ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને માર્ગદર્શનમાં નશીલા પદાર્થોની બદી દુર કરવા અને આવા પ્રદાર્થોનું ગેરકાદેસર વેંચાણ કરતા ઇસમોને પકડી પાડવા એસઓજીની ટીમ કાર્યરત છે. જૂનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ પર એસઓજીનાં પીઆઇ એ.એમ. ગોહિલ, પીએસઆઇ જે.એમ.વાળા અને ટીમ પ્રયત્નશીલ છે.
ત્યારે એસઓજીને બાતમી મળતી કે,જૂનાગઢનાં બસ સ્ટેશન પાસે આવેલા શ્રીરામ ગેસ્ટહાઉસમાં યુપી રાજયોનો એક શખ્સ પ્રતિબંધિત નાર્કોટીકસ પદાર્થ સાથે રાકાયો છે. બાતમીનાં આધારે એસઓજીની ટીમે રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન અહીંથી યુપીનાં પટ્ટી મૈનમાન, ટીકર ગ્રામ્યનો રાજવીર રામદાસ જાટવ 233 ગ્રામ ચરસ કિંમત રૂપિયા 33450 મળી કુલ રૂપિયા 33460નાં મુદામાલ સાથે મળી આવ્યો હતો.