શખ્સે કહ્યું તેની બોડીમાં ચિપ છે અને તેને રિમોટથી કંટ્રોલ કરાઇ રહ્યો છે!
ભારતના જેમ્સ બોન્ડ તરીકે ઓળખાતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સુરક્ષામાં મોટી ભૂલનો મામલો સામે આવ્યો છે. આજે સવારે એક શખ્સે કાર લઈને ડોભાલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યા હાજર સુરક્ષા કર્મચારીઓએ યોગ્ય સમય પર જ તેને પકડી લીધો હતો. હાલ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડમા લેવાયેલો શખ્સ બબડી રહ્યો હતો કે તેની બોડીમાં ચિપ લગાવી દીધી છે અને તેને રિમોટથી કંટ્રોલ કરવામાં આવી રહ્યુ છે.
અજીત ડોભાલને ભારતના જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે. તેમના પર પાકિસ્તાન અને ચીનની નજર છે. ડોભાલ અનેક આતંકી સંગઠનોના નિશાન પર પણ છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં જૈશના આતંકીઓ પાસે ડોભાલના ઓફિસની રેકી કરાયાનો વીડિયો મળ્યો હતો. આ વીડિયોને આતંકીએ પોતાના પાકિસ્તાની હેન્ડલરને મોકલ્યો હતો. તેના બાદ ડોભાલની સુરક્ષા વધારી દેવાઈ હતી.


