દીપડાએ 4 દિવસ પહેલા નાનાં બાળકને ફાડી ખાધો હતો
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના ઉકડિયા ગામ નજીકથી અંતે આદમખોર દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગ દ્વારા સાત જેટલા પિંજરાઓ મૂકવામાં આવ્યા હતા ત્યારે હસ્નાવદર નજીક આ દીપડો પાંજરે પુરાતા દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો
ગત તા. 30ની સમી સાંજના ઉકડીયા ગામે વાડી વિસ્તારમાં મકાનના ફળિયા પાસે રમી રહેલ અક્ષ ઉમેશભાઈ પીઠીયા નામના 4 વર્ષના માસુમ બાળકને દીપડાએ હુમલો કરી ઉઠાવી ગયો હતો જોકે ઘરના સભ્યોએ દેકારો બોલાવતા અને તાત્કાલિક ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને એક કલાકની શોધખોળ બાદ બાળક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું જોકે બાળકને સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દીધો હતો. આ બનાવ સંદર્ભે ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને દીપડાને પાંજર પુરવા માટે ઉગ્ર માગ ઉઠી હતી. ત્યારે વન વિભાગ દ્વારા પણ આ માનવ લોહી ચાખી ગયેલ દીપડાને સત્વરે પાંજરે પૂરવા વન વિભાગ દ્વારા કવાયત હાથધરી દીપડાને પાંજરે પૂર્યો હતો.