ACP બસિયા અને P.I. ગોંડલિયાની રાહબરીમાં ક્રાઈમ બ્રાન્ચનો સપાટો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના હીરાસર એરપોર્ટ પાસે દરોડામાં કુલ 82.85 લાખનો મુદ્દામાલ કબજે: સૌરાષ્ટ્રમાં થવાનું હતું કટિંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ માત્ર કાગળ ઉપર કારણકે સમયાંતરે પોલીસ મસમોટા દારૂના ટ્રક પકડી પાડતી હોય છે ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે હીરાસર એરપોર્ટ પાસે વોચ ગોઠવી 50.80 લાખની કિમતનો 10,560 બોટલ દારૂ ભરેલો ટ્રક પકડી પાડ્યો છે સાથે રાજસ્થાની શખસની ધરપકડ કરી સૌરાષ્ટ્રમાં આ દારૂનું કટિંગ કયા કરવાનું હતું તે મુદે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં દારૂ ઘૂસાડવાના ષડયંત્ર ઉપર વિશેષ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી બી બસિયની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ એ એન પરમાર અને ટીમને મળેલી ચોક્કસ બાતમી આધારે ગત રાત્રે હીરાસર એરપોર્ટ પાસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળો ટ્રક પસાર થતાં અટકાવી જડતી લેતા અંદરથી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગણતરી કરતાં જુદી જુદી બ્રાન્ડણો 50.80 લાખ રૂપિયાનો 10,560 બોટલ દારૂ મળી આવતા ટ્રકચાલક રાજસ્થાનના મહેન્દ્ર સારંગ નામના શખસની ધરપકડ કરી દારૂ, ટ્રક સહિત 82.85 લાખનો મુદામાલ કબજે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો સૌરાષ્ટ્રમાં કટિંગ કરવાનો હોવાનું જાણવા મળ્યું છે જો કે ટ્રકચાલકને એક પછી એક લોકેશન આપવામાં આવતું હતું તે લોકેશન મુજબ ટ્રક લઈ જવાનો હોવાની કબૂલાત આપતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.