ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને પોલીસ સતર્ક બની છે ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે માંગરોળ તાલુકાનાં માનખેત્રા ગામેથી એક ઇસમને ગેરકાયદેસર હાથ બનાવટની કટ્ટો નંગ એક (તમંચા) સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી છે. દેશી તમંચા સાથે ઝડપાયેલ એજાજ ઉર્ફે એજલો સલોટને માનખેત્રા ગામેથી ઝડપી લેવામાં સફળતા મળી હતી. ઝડપાયેલ ઇસમને પુછપરછમાં દેશી તમંચો મઘ્યપ્રદેશના ભીંડ ખાતેથી અલ્પેશ ઠાકુર પાસેથી રૂા.સાત હજારમાં ખરીદી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ
