– જેમાં ગૃહમંત્રી સહિત 16 લોકોના મોત થયા છે.
યુક્રેનની રાજધાની કીવમાં એક મોટો હેલિકોપ્ટર અકસ્માત થયો છે. બિલ્ડિંગ સાથે ટકરાતા હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું જેમાં ગૃહમંત્રી સહિત 16 લોકોના મોત થયા હતા. રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનની રાજધાની કિવમાં હેલિકોપ્ટર ક્રેશ થવાથી ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે.
- Advertisement -
આ દુર્ઘટનામાં યુક્રેનના આંતરિક મંત્રી ડેનિસ મોનાસ્ટીર્સ્કીનું પણ મોત થયું હતું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર ક્રેશ નાના બાળકોની સંભાળ રાખતા સેન્ટર પાસે થયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત કુલ 16 લોકોના મોત થયા છે.
https://twitter.com/AZgeopolitics/status/1615618506665652225?re
કિવથી 20 કિલોમીટર દૂર બ્રૉવરીમાં ક્રેશ થયું હેલિકોપ્ટર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેલિકોપ્ટર દુર્ઘટના રાજધાની કિવથી 20 કિલોમીટર દૂર બ્રૉવરી વિસ્તારમાં થઈ હતી. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. આ પહેલા યુક્રેનના આંતરિક મંત્રીના ઉપમંત્રી અને વિદેશ મંત્રી પણ માર્યા ગયા હતા.