નવા વર્ષની પહેલી સવારે જ કચ્છની ધરા ધ્રુજી, ભચાઉમાં 3.2ના ભૂકંપથી લોકોમાં ફફડાટ
કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં સવારે 10.24 કલાકે ભૂંકપનો આંચકો કચ્છવાસીઓએ અનુભવ્યો હતો.
- Advertisement -
ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે, આ વખતે કચ્છના ભચાઉનમાં સવારે 3.2નો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજે નવા વર્ષ 2025ના પ્રથમ દિવસે જ ભચાઉથી 23 કિલોમીટર દુર નૉર્થ-ઇસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાયુ છે. અચાનક ભૂકંપના ઝટકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, જાનમાલને નુકસાન પહોંચ્યુ ન હતું.
માહિતી પ્રમાણે, રાજ્યમાં ફરી એકવાર નવા વર્ષ 2025ની શરૂઆતે એટલે કે 1લી જાન્યુઆરી કચ્છમાં ભૂકંપના ઝટકા આવ્યા છે. નવા વર્ષના પ્રારંભે કચ્છની ધરા ધ્રુજી છે, વર્ષ 2025ના કચ્છમાં જોરદાર ભૂકંપનો આંચકા અનુભવાયા છે. સવારે 10 વાગીને 24 મિનીટે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં નોંધાયો હતો, અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિમી દૂર નૉર્થ-નૉર્થ ઈસ્ટમાં નોંધાયું હતુ. ભચાઉ પાસેની વાગડ ફૉલ્ટલાઈન પર આ ભૂકંપના આંચકા જોવા મળ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો –
ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.