આજોઠાથી કાજલી વચ્ચે ફોરટ્રેકનું કામ 6 વર્ષથી બંધ
વેરાવળ પંથકના આજોઠા ગામથી કાજલી સુધીના માર્ગનું કામ અધુરું મૂકી દેવામાં આવ્યું હોય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે. આ અંગેની મળતી વિગત મુજબ વેરાવળ તાલુકાના આજોઠા ગામ થી કાજલી સોમનાથ બાયપાસ સુધીના ફોરલાઈન રસ્તાની કામગીરી 6 થી 7 વર્ષ થી બંધ હાલતમાં છે. અને જ્યારે રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે રોડ ઉપર આવેલી તમામ દુકાનો ખાલી કરાવી અને પાછળના ભાગમાં હટાવી દેવામાં આવી હતી અને આ રસ્તા પર ખોદકામ કરાયું હતી અને માટી-પથ્થરો નાખી રસ્તાની કામગીરી બંધ કરવામાં આવી હતી. જેના કારણે દુકાનોમાં જવા માટેના રસ્તાઓ બંધ થયેલ અને જેથી વેપાર ધંધા ઓ ઉપર માઠી અસર થઈ છે. અત્રે નોંધનીય છે કે આજોઠા ગામથી કાજલી સોમનાથ બાય પાસ સુધીમા રોડ દિવસભર વાહનોની અવર-જવર જોવા મળતી હોય છે અને સતત ટ્રાફિક જોવા મળે છે તેમ છતાં તંત્ર દ્રારા કામગીરી શરૂ કરાતી નથી.
- Advertisement -