6 ટકા વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી દીધાની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટના તિરુપતિ બાલાજી પાર્કમાં રહેતા સોનલબેન સંજયભાઇ ગાધેરએ ભગીરથ સોસાયટીમાં રહેતા પ્રતિક ચંદારાણા અને નીલેશ ચંદારાણા સામે બી ડીવીઝન પોલીસમાં વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે કેટર્સનો ધંધો કરી પરીવારનુ ગુજરાન ચલાવે છેપાંચેક મહિના પહેલા અમારે ધંધા માટે પૈસાની જરૂરીયાત ઉભી થતા મેં પ્રતિકભાઈ ચંદારાણા તથા તેનો ભાઈ નિલેશભાઈ ચંદારાણાને જુના માર્કેટિંગ યાર્ડમાં મળવા ગયા હતા ત્યાં કોઈ વસ્તુ સિક્યુરીટી પેટે ગીરવે મુકવી પડશે તેવી વાત કરતા અમે ભાગીદારના કબ્જાની કાર સિક્યુરીટી પેટે આપવાનુ નક્કી કરી ત્રણ લાખ માસિક 6% વ્યાજે લીધા હતા માસિક વ્યાજ રૂપિયા 18,000 એડવાન્સમાં કાપી લીધું હતું બાદ બે મહિના પછી અમારે ધંધામાં ફરીથી પૈસાની જરૂરીયાત ઉભી થતા ફરીથી અમે આ લોકો પાસેથી 8 લાખ વ્યાજે લઇ કાર ગીરવે મૂકી હતી જેનું માસીક વ્યાજ રૂપિયા 48,000 આવતું હતું અને આ તમામ વ્યાજ અમારી પાસેથી આ લોકો એડવાન્સમાં લઈ લેતા હતા. બાદ ધંધો પણ બરાબર ચાલતો ના હોય જેથી આ બંને ભાઈઓનું વ્યાજ ચુકવવા માટે તેઓ પાસેથી ફરીથી રૂપિયા પાંચ લાખ માસીક 6% વ્યાજે લઇ ત્રીજી કાર ગીરવે મૂકી હતી આજથી આશરે પંદરેક દિવસ પહેલા ફરીથી અમે આ બંને ભાઈઓ પાસેથી છ લાખ માસીક 6% વ્યાજે લઇ ચોથી કાર ગીરવે મૂકી હતી તે પૈસાનુ માસીક રૂપિયા 36,000 ચુકવતા હતા. આમ અમે બંને પાસેથી પાંચ મહિનામાં બાવીસ લાખ વ્યાજે લીધા હતા અને તેનુ અમે મહિને રૂપિયા 1,32,000 વ્યાજ ચુકવતા હતા અને અમારી તથા અમારા ભાગીદારની પાંચ કારો સિક્યુરીટી પેટે આપી હતી છેલ્લા એકાદ મહિનાથી અમારે ધંધામાં ખોટ જતા અમો આ લોકોને વ્યાજના પૈસા ના આપી શકતા આ પ્રતિક ચંદારાણા તથા તેનો ભાઈ નિલેશ ચંદારાણા અમોને હેરાન પરેશાન કરે છે અને બંને ભાઈઓ અમને ફોન કરી ગાળાગાળી કરી વ્યાજના પૈસા ચુકવી આપવા ધમકાવે છે અને પૈસા નહી આપો તો અમારા પરિવારને મારી નાખવાની ધમકી આપે છે. તેમજ ત્રણેક દિવસ પહેલા નિલેશભાઈ અમારી ઓફીસે આવેલ જ્યારે હું તથા અમારા ધંધાના ભાગીદાર ભાવેશભાઈ હાજર હતા ત્યારે આવી જેમ ફાવે તેમ અમને ગાળો આપવા લાગેલ અને ભાવેશભાઈને ફડાકો મારી કહેવા લાગેલ કે મારા પૈસા મુડી સહીત બે દિવસમાં આપી દેજો નહીતર તમને અને તમારા પરિવારને જાનથી મારી નાખીશું અને તમારા વાહનો હવે ભુલી જાજો તમને પરત આપવાના નથી તેમ કહી ધમકાવતા અમે તેમની પાસે થોડો સમય માંગેલ પરંતુ તેઓ એ અમારી કોઈ વાત સાંભળેલ નહી અને જોર-શોરથી દેકારો કરવા લાગેલ જેથી ત્યાં માણસો ભેગા થવા લાગતા નિલેશ ભાઈ ત્યાંથી નીકળી ગયેલ અને આ બંને ભાઈઓ માથાભારે હોય જેથી અંતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.