જેતપુર હરીઓમ વૃદ્ધાશ્રમ ખાતે સમસ્ત રાજગોર સમાજ દ્વારા પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો ઋણ સ્વીકાર સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં શરૂઆત કવિ નાનુભાઈ ભરાડે રાજગોર સમાજની ગાથા રજૂ કરી હતી. ઉપસ્થિત તમામ જ્ઞાતિ રત્નો સાધુ સંતો પૂ. મુક્તાનંદ બાપુ, પૂ. નિજ સ્વરૂપાનંદજી સ્વામી, પૂ. ગણેશ આનંદ બાપુ, બંકિમ ભાઈ મહેતા, સંજયભાઈ દવે, ગીજુભાઈ ભરાડ, ગૌતમભાઈ ઓઝા, જયેશભાઈ દવે વિગેરેનું શાબ્દિક તેમજ સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલ. પ્રસંગોચિત ઉદબોધન કરતા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ પ્રમુખ બંકિમભાઈ મહેતા એ જણાવેલ કે પૂ. મુક્તાનંદ બાપુની ઘરેણાથી વરસતા વરસાદ વચ્ચે પણ પૂ. જોષી બાપાના આમંત્રણને માન આપી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એ રાજગોર સમાજના અને યુવાનો (ઋષિ કુમાર) ને સંસ્કૃત ભાષામાં વિદ્વાન શાસ્ત્રી બનાવી હજારો યુવાનોનું ઘડતર કર્યું છે જેઓ દેશ-વિદેશમાં ખ્યાતિ પામ્યા છે. આ બંને સંતો હંમેશા રાજગોર સમાજને ઉંચા સ્થાને પહોંચાડવા પ્રયત્ન કર્યો છે કોઈપણ સમાજનો વિકાસ કરવા માટે મુશ્કેલી સહન કરવી પડે છે આજના સમયમાં ટેકનોલોજીથી નવી દિશાઓ મળે છે તેમજ સંતોના આશીર્વાદો હંમેશા મળતા રહે તેમ શિક્ષણ વિદ ગિજુભાઈ ભરવાડ એ જણાવ્યું હતું.
જેતપુર ખાતે સમસ્ત રાજગોર સમાજ દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો ઋણ સ્વીકાર સમારંભ યોજાયો

Follow US
Find US on Social Medias