ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
આપણા જ રંગીલા રાજકોટનું સૌનું પરિચિત એવા સિવિલ હોસ્પિટલની કામગીરી કાબિલે તારીફ છે જી હા સિવિલ હોસ્પિટલમાં પંડિત દીનદયાળ પૂતળા પાછળ એક પોલથી બીજા પોલ સુધીનો જે વાયર છે તે વચ્ચેથી ક્રેક થયેલો છે જેથી કોઈ પણ વ્યક્તિ જો ભૂલે ચૂકે પણ તેણે અડી જાય તો વ્યક્તિ ત્યાં જ મૃત્યુ પામે, હવે સવાલ એ થાય છે કે જો આવી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી તંત્ર લેશે કે પછી હાથ ઉચા કરી લેશે. મહત્વની વાત તો એ છે કે આ વાયર ક્રેક થયો ત્યાં સુધી કોઈનું ધ્યાન ખેચાયું કેમ નહીં કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે.