જૂનાગઢ ગીરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્ર્વરી માતાજી મંદિરના પરિસરમાં મોડી રાત્રે ગીરનાર જંગલ છ સિંહ પરિવાર આવી ચડયા હતા. સિંહ પરિવાર વાઘેશ્ર્વરી મંદિરમાં લગાવવામાં આવેલ સીસીટીવીના કેમેરામાં કેદ થયા હતા. ભવનાથ તળેટી વિસ્તારમાં મોડી રાત્રે અનેકવાર સિંહો આવી ચડવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે ગીરનાર જંગલમાં વસ્તા સિંહો મારણની શોધમાં ગીરનાર દરવાજા સુધી આંટા ફેરા મારતા જોવા મળે છે. ત્યારે વાઘેશ્ર્વરી મંદિર જવાના ગેટ પાસે એક સાથે છ સિંહ પરિવાર આવી જતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વાઘેશ્ર્વરી મંદિર પરિસરમાં સિંહ પરિવારની લટાર

Follow US
Find US on Social Medias