ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર જંગલ છોડી ભવનાથ તરફ સિંહો આવી ચડતા હોવાના બનાવો અનેકવાર જોવા મળ્યા છે તેમજ ગાંધીગ્રામ વિસ્તારના ગ્રોફેડ બાજુ પણ સિંહ પરિવારની લટાર જોવા મળતી હોય છે ત્યારે હવે સિંહો મધુરમ વિસ્તારના રહેણાંક મકાન પાસે ગઈકાલ એક સિંહ પરિવાર આવી ચડ્યો હતો અને ગાયનું મારણ કર્યું હતું.
મધુરમ વિસ્તારના સાંઈબાબા મંદિર પાસે આવેલ આકાશ ગંગા 2 શ્રીનાથજી વીલા પાસે સિંહ પરિવાર આવી ચડયો હતો મોડી રાત્રે સિંહ પરિવાર આવી ચડતા ત્યાંના રહીશોમાં ગભરાટ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
જૂનાગઢ શહેરમાં સિંહ પરિવારે ગાયનું મારણ કર્યું
