દાદાને 1 KG સોનાનો મુગટ કરાયો અર્પણ
કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ: મંદિરમાં ભવ્ય લાઈટ શો યોજાયો: મુગટ અને કુંડળ 1 કિલો સોનામાંથી બનાવ્યા છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા 175માં શતામૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કિંગ ઓફ સાળંગપુરના પટાગણમાં ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન થયું. વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં કથા, મહાયજ્ઞ, મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ, હનુમંત વાટીકા પ્રદર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ હનુમાનજીના જીવન ચિત્ર આધારિત થ્રીડી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ દાદાને એક એક કિલોના બે પ્યોર સોનાના હીરાજડિત મુગટ તથા કુંડળ સંતાના હસ્તે અર્પણ કરાવનું આયોજન કરાયું હતું.
અત્રે જણાવીએ કે, આ સુરતના ભંડારી પરિવારે બનાવડાવેલો મુગટ છે. આ મુગટમાં ગદા, કળા કરતા મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે.
મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી કરાઈ છે. મુગટમાં અને કુંડળમાં 7200 ડાયમંડ લગાડવામાં આવ્યા છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના કરાયાને 175 વર્ષ પુરા થઈ રહ્યા છે. જેથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા 175મો શતામૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે કિંગ ઓફ સાળગપુરના પટાગણમા ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો હતો. વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં કથા, મહાયજ્ઞ, મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ, હનુમંત વાટીકા પ્રદર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ હનુમાનજીના જીવન ચિત્ર આધારિત થ્રીડી શોનું આયોજન કરવામાં આવ્યું હતું.