ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ પ્રભાસ પાટણના ગોવિંદપરા સીમ વિસ્તાર નજીક દિનેશભાઈ અરજણભાઈ વાજા ની વાડીમાં કામ કરતા ચાર વ્યક્તિઓ અલ્પેશભાઈ ગિરધરભાઈ સોલંકી, કાનાભાઈ ગોવિંદભાઈ સોલંકી, મનસુખભાઈ કાનાભાઈ ગઢીયા, કિશોરભાઈ કાનાભાઈ બામણીયા વગેરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નર દીપડો જેની ઉંમર પાંચથી નવ વર્ષ છે .તેણે હુમલો કરી દેતા ચારેયને નખ અને મોઢાથી બટકા ભરી લેતા ઇજાઓ સાથે હોસ્પિટલે ખસેડેલ હતા.
દીપડાના હુમલાબાદ વન વિભાગને જાણ કરાતા આરએફઓ કેડી પમ્પાણીયા, અમરાપુરના ડોક્ટર ,માળીયા ફોરેસ્ટર મુકેશભાઈ મોરી તેમજ એન એમ પંપાળિયા, કે કે જોશી એચ એમ મેર, યુબી જોટવા સહિતનો વન વિભાગ સ્ટાફ બપોરે 12 વાગ્યે ઘટના સ્થળે પહોંચ્યો હતો જેમાં આ દીપડો નજીકના ઘર પાસે છુપાયો હોય તેને અઢી કલાકની સખત જહેમત બાદ બેભાન બનાવી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો હતો.