ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દિપડાનો આંતક વધતા સ્થાનિક ગ્રામજનોએ માનવહુમલા કરનાર દિપડાને ઝડપી લેવા માંગ ઉઠી હતી. જે અનુસંધાને વન વિભાગ દ્વારા કોડીનાર ઉના રોડ પર આવેલ દેવળી ગામ નજીક મજેવડી વાડી વિસ્તારમાંથી એક ખુંખાર દીપડો પાંજરે પુરાયો હતો. લાંબા સમયથી આ વિસ્તારમાં દીપડો શ્વાન અને નાના પશુનું મારણ કરી ખોફ ફેલાવ્યો હતો. આખરે દીપડાને વનવિભાગે પાંજરા ગોઠવી દિપડાને ઝડપી લેવામાં આવ્યો હતો.
દેવડી ગામ પાસેથી દીપડો પાંજરે પુરાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/01/1-8.jpg)