મહિલાઓને મહિલા હેલ્પલાઈન,યોજનાઓ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર પર બહેનોને મળતી સહાય અને કાયદાકીય માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.4
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી.ટાઢાંણીના માર્ગદર્શન હેઠળ સ્વામીનારાયણ નર્સિંગ કોલેજ, છાયા, પોરબંદર ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ -2013 અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાયદાકીય જાગૃતિ સેમિનારમાં પુજાબેન રાજાએ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ – 2013 વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ મહિલાઓને કામકાજના સ્થળે થતી કોઇપણ પ્રકારની જાહેર સતામણીથી રક્ષણ મેળવવા અંગે કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. અને ઙઘઈજઘ એક્ટ , મહિલાઓએ સશક્ત થઈને જાગૃતતા કેળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જારી કરાયેલ ટોલ ફ્રિ નંબર 15100 પર સંપર્ક કરીને નિ:શુલ્ક નિષ્ણાત દ્વારા કાયદાકીય જરૂરી સલાહ મેળવી શકે અને મહિલાને મળતા રક્ષણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ 181 મહિલા હેલ્પલાઈનના કાઉસેલર સંતોકબેન માવદિયા તેમજ કોસ્ટેબલ કિરણબેન દ્વારા મહિલા હેલ્પલાઈન વિશે વિસ્તૃત માહિતી આપી તેમજ મોબાઈલની એન્ડ્રોઈડ એપ્લિકેશન કોલેજના વિદ્યાર્થીઓને ઇન્સ્ટોલ કરાવવામાં આવી હતી. મહિલાઓને ઙઇજઈ સેન્ટરની કામગીરી,જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ તેમજ સાંપ્રત પ્રવાહમાં બનતા વિવિધ સાયબર ફ્રોડના કિસ્સાઓ અને સખી વન સ્ટોપ સેન્ટર પર બહેનોને મળતી સહાય તેમજ સેન્ટરની કામગીરીની વિસ્તૃત જાણકારી આપવામા આવી હતી. અને કાયદાકીય પ્રતિકાર ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ સેમિનારમાં સ્વામીનારાયણ નર્સિંગ કોલેજ,છાયા,પોરબંદરના ડાયરેક્ટર અરવિંદભાઈ રાજ્યગુરુ,નર્સિંગ કોલેજનો સ્ટાફ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકનો તમામ સ્ટાફ તેમજ સ્વામીનારાયણ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની બહેનો અને ભાઈઓ સહિત 110 લોકો આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.