શિવ હૉસ્પિટલ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટમાં નોંધાઈ સિદ્ધિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
નાગેડી- જામનગરની એક કંપનીમાં બપોરે 3-30 વાગ્યે સોન દેવ નિરંજન યુવકને કામ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્યાં મશીનમાં એક વાયર ફસાઈ ગયેલ અને તે વાયરમાં તેમનો પગ ફસાઈ ગયો હતો જેના લીધે વાયરમાં પગ ફસાવાથી સોન દેવનો પગ એડી પાસેથી કપાઈ ગયો અને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને જામનગર ખાતે જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ત્યાંથી પગ બચી શકશે નહીં તેમ જણાવતાં સોન દેવ નિરંજન યુવકના પગને પ્રોટોકોલ પ્રમાણે બરાબર રીતે સાચવી આઈસ બોક્સમાં બરાબર પેક કરી પાણી ના જાય તેમજ જંતુરહીત ગોઠવાઈ તે રીતે શિવ હોસ્પિટલ, 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે કપાયેલા પગને અને દર્દીને લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ દર્દીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. આ એક ખૂબ જ જટીલ અને ગંભીર પ્રકારનું ઓપરેશન હતું કે જેમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તજજ્ઞો, અદ્યતન સુવિધા ધરાવતું ઓપરેશન થિયેટર અને સાધનો, આઈ.સી.યુ.ની સગવડતા, ક્રિટીકલ કેરના સ્પેશિયાલિસ્ટ ડોકટરોની જરૂરિયાત હોય છે જે શિવ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. દર્દીના સાંજે 7-30 વાગ્યે ઓપરેશન થિયેટરમાં લઈ અને બે ટીમો દ્વારા ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં ડો. ભૌમિક ભાયાણી, ડો. ભાવેશ સચદે, ડો. એમ. જી. ભાલોડીયા અને ડો. રાજેશ જાની સામેલ હતાં.
એક ટીમ કપાયેલા પગમાંથી લોહીની અને ચેતાની નસો તથા ઝTendonsના છેડા શોધી કાઢ્યા હતા અને બીજી ટીમે ઉપરના ભાગે પગમાંથી લોહીની અને ચેતાની નસો તથા Tendonsના છેડા શોધી રાખ્યા હતા. હવે સૌ પ્રથમ હાડકાને જોડવાનું કામ પૂરું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ક્રમશ: લોહીની નસો કે જેમાં ધમની અને શીરા તથા ચેતાની નસો એકબીજાને જોડે રીપેર (Anastomosis) કરવામાં આવેલ. આ એક જટીલ માઈક્રોસ્કોપિક સર્જરી હતી. 10 કલાકની મહેનત બાદ દર્દીના ઘૂંટીનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ થઈ ગયું હતું. 18 દિવસ થયેલા અને દર્દીનો ઘૂંટીથી નીચેનો પગ સફળતાપૂર્વક પ્રત્યારોપણ થઈ ગયું છે. આ ઓપરેશન દરમિયાન શિવ હોસ્પિટલના એનેસ્થેટિક ડો. સુમિત ચાવડા, ડો. મયુર સંતોકી અને ડો. ભાવિક ઘેટીયા, ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. ધ્રુવ કોટેચા તથા જેન્સી ચૌહાણ તથા સ્ટાફએ જહેમત ઉઠાવી હતી. આ પ્રકારના કેસમાં દર્દીના પગને બચાવવાના ચાન્સ ખૂબ જ નહીંવત સમાન હોય છે પરંતુ શિવ હોસ્પિટલની ટીમે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ત્યારબાદ ઓપરેશનના બીજા જ દિવસે સોન દેવને પોતાનો પગ કાપવામાં ન આવતા અને સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયેલું જોતાં જ તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. શિવ હોસ્પિટલના ખ્યાતનામ ડિરેકટરો સિનિયર ઓર્થોપેડિક સર્જન ડો. શ્યામ ગોહિલ, ડો. કે. પી. તરાવીયા, ડો. સી. પી. રબારા, ડો. રાજેશ જાની તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. હિરેન કોઠારી, ડો. ભાવેશ સચદે અને સ્પાઈન સર્જન ડો. અમીષ સંઘવી દ્વારા શરૂ કરવામાં આવેલ શિવ હોસ્પિટલ સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓ માટે એક જ જગ્યાએ તમામ ઓર્થોપેડિક સારવાર મળી રહે તે માટેની શરૂ કરી છે.
શિવ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સારવારની સાથે સાથે ફિઝિશિયન ડો. ઉમેશ વાઘેલા, ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ અને ઈન્ટેન્સિવીસ્ટ ડો. ધ્રુવ કોટેચા, ડો. અંજના વાઢેર, મોઢા તથા જડબાના કેન્સરના સર્જન ડો. કામીલ રાજપરી, રૂમેટોલોજીસ્ટ ડો. મોહનીશ પટેલ, ઓર્થોસ્કોપી સર્જન ડો. કૌશલ પટેલ અને ડો. નીલ ગોહિલ, સ્પાઈન સર્જન ડો. અમીષ સંઘવી, ન્યુરો સર્જન ડો. નિધીકુમાર પટેલ, જનરલ સર્જન અને લેપ્રોસ્કોપીક સર્જન ડો. જયદેવ ગોંડલીયા અને ડો. ધર્મેશ શાહ, પ્લાસ્ટીક સર્જન ડો. ભૌમીક ભાયાણી, પલ્મોનોલોજીસ્ટ ડો. યશ રાણા, પીડીયાટ્રીક ઓર્થોપેડીક સર્જન ડો. કમલેશ દેવમુરારી, ઓર્થોપેડીક ઓન્કો સર્જન ડો. મયુર કામાણી પણ ઉપલબ્ધ છે. દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં અદ્યતન મશીનો, કલાસ 100 ઓપરેશન થિયેટર, હોસ્પિટલનો કુશળ અનુભવી સ્ટાફ અને દરેક નાની કે મોટી ઉંમરના દર્દીઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ હોસ્પિટલના ખ્યાતનામ સિનિયર ડોકટર દ્વારા ટોટલ સર્જરી 4000થી વધુ ટોટલ ઓ.પી.ડી. 40000થી વધુ, ટોટલ આઈ.પી.ડી. 4000થી વધુ અને કોવિડ પેશન્ટ 150થી વધુને સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત સાંધા બદલવા કે જટીલ સર્જરી માટે અદ્યતન સાધનો અને સારવાર પ્રક્રિયાઓ જેવી કે ઈમરજન્સી મેનેજમેન્ટ, આઈ.સી.યુ. એમ્બ્યુલન્સની સુવિધા, સીટી સ્કેન અને લેબોરેટરી વગેરે ઉપલબ્ધ છે. તદુપરાંત નાની તેમજ મોટી કોર્પોરેટ કંપની સાથે ટાઈઅપ કરી દરેક દર્દીઓ માટે કેશલેશ ફેસીલીટી ઉપલબ્ધ છે તેમજ કોર્પોરેટ કંપનીઓ સાથે કર્મચારીઓને નજીવા કે ડિસ્કાઉન્ટ દરે સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. શિવ હોસ્પિટલે એક વર્ષથી ટૂંકા ગાળાના સમયમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઝડપી NABH સર્ટિફીકેટ પ્રાપ્ત કરેલું છે.