રાજકોટ શહેરની જાણીતી પદ્મમ કુવરબા હોસ્પિટલમાં પવન સાથે પડેલા ભારે વરસાદના કારણે એક લીમડાનું વૃક્ષ નીચે પડતાં પતરાંનો સેડ ધરાશય થયો છે. અવાજ સાથે પડેલા પતરાંના કારણે થોડીક ક્ષણો માટે હોસ્પિટલ પ્રાંગણમાં ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો. હાલમાં મળતી માહિતી મુજબ કોઈ જાનહાનિ કે ઈજાની ખબર નથી. ઘટના સ્થળે તંત્ર દ્વારા તત્કાળ દોડી જઈ સમારકા કામ શરૂ કરાયું છે. હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું કે આ પતરાં સેડના સમારકામની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરાઈ છે અને દર્દીઓના સલામતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે.
રાજકોટની પદ્મકુંવરબા હૉસ્પિટલમાં પતરાંનો શૅડ ધરાશાયી – સદ્નસીબે કોઇ જાનહાનિ નહીં

Follow US
Find US on Social Medias


