ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને પ્રદેશ ભાજપ લીગલ સેલના ક્ધવીનર જે. જે. પટેલના પ્રયાસથી ગુજરાત સરકારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને પાંચ કરોડનો વેલ્ફેર ફંડ માટે ચેક એનાયત કરતાં સંખ્યાબંધ વકિલો મુખ્યમંત્રી તથા કાયદામંત્રીનો આભાર માનવા દોડી ગયા હતાં. અત્યાર સુધીમાં હાલના મુખ્યમંત્રીએ વકિલ ભંડોળમાં 6 કરોડ અને 5 કરોડ કુલ 11 કરોડ આપ્યા છે.
આ સમયે ભાજપ લીગલ સેલના પૂર્વ સહક્ધવીનર અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ, બાર કાઉન્સીલના ચેરમેન નલીન પટેલ, બાર કાઉન્સીલના મેમ્બરો દીપેન દવે, જીતુભાઈ ગોળવાળા, અનીલ કૈલા, ભરત ભગત, આર. એન. પટેલ, અનિરુદ્ધસિંહ ઝાલા, ગુલાશખાન પઠાણ, રણજીતસિંહ રાઠોડ અને રાજકોટ જિલ્લાના પૂર્વ લીગલ સેલના ક્ધવીનર ભાસ્કર જસાણી, અમદાવાદના એડવોકેટ હરમીંદર લક્કડ, મેટ્રોબારના પ્રમુખ ભરત શાહ, ડીસ્ટ્રીક્ટ બારના પ્રમુખ રાજેશ પારેખ, સેશન્સ કોર્ટના પ્રમુખ જગતભાઈ ચોકસી, મેટ્રોબારના હસમુખભાઈ ચાવડા, ફેમિલી કોર્ટના પ્રમુખ હરનીશભાઈ રાવ, જીજ્ઞેશ પટેલ, નિલેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
મોટી સંખ્યામાં વકિલો વિધાનસભામાં બેસી કાર્યવાહીને નિહાળી હતી અને રીસેસમાં મુખ્યમંત્રી તથા કાયદમંત્રી પ્રથમ માળે વકિલોને મળવા આવ્યા અને મોટી સંખ્યામાં વકિલોને ઉદ્બોધન કરી અને ચૂંટણીમાં ભાજપને તમામ સંસદની સીટ પર જીતાડવા અપીલ કરી હતી અને ત્યારબાદ વકિલો વચ્ચે જઈ બધા સાથે સેલ્ફી ફોટા પડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રદેશ ક્ધવીનર જે. જે. પટેલે કર્યું હતું.
- Advertisement -