નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર મામલે આવેદન પાઠવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસમાં કળદા મુદ્દે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકે જાણીતા રાજુભાઈ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી કળદાપ્રથા નાબૂદ કરવા માંગ કરી હતી. જેને લઇ બોટાદ તાલુકાના હળદર ગામે રાજુભાઈ કરપડા સહિત આગેવાનો અને ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કર્યું હતું. જે બાદ બોટાદ પોલીસ દ્વારા રાજુભાઈ કરપડાની ધરપકડ થતા ખેડૂતો વિફર્યા હતા અને ખેડૂતો તથા પોલીસ આમને સામને આવી જતા માથાકૂટ સર્જાઈ હતી આ ઘટના બાદ પોલીસ દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ કરી કેટલાક ખેડૂતો પર ગુનો નોંધી ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારે નિર્દોષ ખેડૂતોને મુક્ત કરવા માટે મૂળી મામલતદાર કચેરી ખાતે ખેડૂત આગેવાનો તથા મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપ્યું હતું જેમાં ખેડૂતો દ્વારા રાજ્યની દરેક માર્કેટિંગ યાર્ડ ખાતે કળદાપ્રથા બંધ કરી જે નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર અને ખોટા ગુના નોંધાયા છે તે તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી.



