કોરોના કાળમાં સોમનાથમાં યાત્રિકોની સંખ્યા ધટી હતી
ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ મહાદેવ મંદિર ખાતે દિવાળી પર્વ ને લઈને સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે હાલમાં કોરોના ની વૈશ્ર્વિક મહામારીથી લોકો બહાર આવતા સોમનાથ દર્શને મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડવાની શક્યતાઓ છે.
- Advertisement -
દિવાળી પર્વ એટલે ધનતેરસથી લઈને લાભ પાંચમ સુધી સોમનાથમાં યાત્રિકોનો મોટો ધસારો જોવા મળતો હોય છે અને એડવાન્સમાં જ સોમનાથ આવતા યાત્રિકો રહેવા માટે હોટલો તેમજ સોમનાથ ટ્રસ્ટ હસ્તકની લીલાવતી ભવન તેમજ મહેશ્ર્વરી તેમજ સાગર દર્શન હોટલો બુકીંગ કરતા હોય છે,જે હાલમાં દિવાળી પર્વને લઈને 80 ટકા રૂમ બુકીંગ થઇ ગયેલ છે.છેલ્લા બે વર્ષની વાત કર્યે તો કોરોનાની વૈશ્ર્વિક મહામારીને લઈને 2020ના દિવાળીના પર્વ એટલે ધનતેરસથી લઈને લાભ પાંચમ સુધી 574080 તો વર્ષો 2021ના વર્ષમાં 1 નવેમ્બર થી 9 નવેમ્બર દરમિયાન દિવાળીના પર્વ દરમિયાન 309642 લોકોએ પ્રત્યક્ષ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં.
આમ દિવાળી પર્વની ધનતેરસથી જ યાત્રિકો સોમનાથ દર્શન આવતા હોય છે અને લાભપાંચમ સતત પ્રવાહ ચાલુ રહેતો હોય છે. ત્યારે આ વર્ષે પણ સતત પ્રવાહ વધે તેવી શક્યતા છે.