સુરક્ષા એજન્સીઓમાં અસમંજસના કારણે જમૈકાના પ્રધાનમંત્રીને સંસદના ગેટ પર રોકી દેવામાં આવ્યા હતા જેના કારણે તેમના આખા કાફલાએ વિજય ચોકના બે ફેરા કરવા પડ્યા હતા
બે દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા જમૈકાના પ્રધાનમંત્રી
1 ઓક્ટોબર, 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે જમૈકાના વડા પ્રધાન એન્ડ્રુ હોલેનેસ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. એન્ડ્રુ હોલનેસ ભારતની મુલાકાત લેનાર જમૈકાના પ્રથમ વડાપ્રધાન છે. તેમની ચાર દિવસીય મુલાકાત ગુરુવાર 3 ઓક્ટોબર 2024 સુધી ચાલુ રહેશે. તેમણે 2 ઓક્ટોબરના રોજ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસની ભારત મુલાકાત અંગે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાતથી આર્થિક સહયોગ વધારવાની અને જમૈકા અને ભારત વચ્ચેના લાંબા ગાળાના સંબંધો મજબૂત થવાની અપેક્ષા છે.
વારાણસીની ગંગા આરતીમાં ભાગ લીધો
- Advertisement -
આ પહેલા બુધવારે એટલે કે, 2 ઓક્ટોબર 2024ના રોજ જમૈકાના વડાપ્રધાન વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે બુદ્ધ સ્થળ સારનાથની મુલાકાત લીધી અને પુરાતત્વીય વારસો પણ જોયો હતો. આ સાથે તેમણે ધામેક સ્તૂપ પણ જોયું અને તેના પર બનેલી કલાકૃતિઓ વિશે માહિતી એકઠી કરી. અહીંથી તેમનો કાફલો સારનાથ માટે નીકળ્યો હતો.
વારાણસીમાં તેમના આગમનને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તમામ સંવેદનશીલ સ્થળો પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા, જેઓ દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા.વારાણસીની મુલાકાતે આવેલા જમૈકાના વડાપ્રધાન એન્ડ્ર્યુ હોલનેસે બુધવારે સાંજે ત્યાં વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં ભાગ લીધો હતો. તેમણે નમો ઘાટથી અલકનંદા ક્રુઝ લીધી અને દશાશ્વમેધ ઘાટ પર માતા ગંગાની આખી આરતી જોઈ.
જમૈકાના પ્રધાનમંત્રીએ ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીને એક ખાસ ફોટો પણ અર્પણ કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી મોદીને 1999માં મોન્ટેગો બે, જમૈકાની તેમની મુલાકાતનો ફોટોગ્રાફ આપ્યો હતો. આ તસવીર તત્કાલીન પ્રધાનમંત્રીઅટલ બિહારી વાજપેયીની જમૈકામાં આયોજિત G-15 બેઠક માટે મુલાકાત દરમિયાન લેવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી જમૈકામાં ભારતીય ડાયસ્પોરાના સભ્યો સાથે વાત કરતા જોવા મળે છે.