ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જૂનાગઢ મહાનગર અંતર્ગત સંસ્કાર સાપ્તાહિક નિમિત્તે બજરંગ કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ સ્કૂલ કુલ 110 સંખ્યા સાથે 8 ટીમે ભાગ લીધો હતો. આ સંપર્ધા જિલ્લા કક્ષા એ હતી ને હવે વિભાગ કક્ષા એ જશે ત્યાર બાદ વિજેતા ટીમ પ્રાંત કક્ષાએ જશે અને એ ટીમ કેન્દ્ર કક્ષા એ રમવા જશે. દરેક યુવાનોમાં શૌર્ય આવે, ખેલદીલી એવા તેમજ રાષ્ટ્ર ભક્તિ આવે એવા હેતુથી આ સંપર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. બજરંગ દળના સંયોજક વિપુલભાઈ આહીર, સહ બજરંગદળ સંયોજક સંદિપભાઈ ઠેસીયા, તમામ પ્રખંડ તેમજ ખંડના બજરંગદળના સંયોજકો, તેમજ સહ મંત્રી જયેશભાઇ ખેસવાણી, વિપુલભાઈ રાવત, દેવલભાઈ ગોંધીયાએ કાર્યક્રમ સફળ થવામા જહેમત ઉઠાવી હતી.
જૂનાગઢમાં કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
