20 વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળની પ્લેસમેન્ટ કમિટી દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોમાં રુચિ કેળવાય, વધુને વધુ વિદ્યાર્થીઓ સંસ્કૃત પ્રત્યે આકર્ષાય, સંસ્કૃત ભાષામાં જડાયેલી જ્ઞાન-વિજ્ઞાન પરંપરાનો લાભ દરેકને મળવો જોઈએ, આ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અનેક કાર્યક્રમો કરે છે. તેમાંથી એક છે કેમ્પસમાં જ અભ્યાસ કરતી વખતે વિવિધ સંસ્થાઓમાં પ્લેસમેન્ટની તકનું આયોજન કરાયું હતું.તેમાં સંરક્ષક તરીકે કુલપતિ ડો.લલિતકુમાર પટેલ ઉપસ્થિત રહ્યાં. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લેનાર મુખ્ય ભાગીદાર સંસ્થાઓ વૈશ્વિક જ્ઞાન ગંગા સેવા ટ્રસ્ટ (વડોદરા), આચાર્ય કૈલાસસાગર સૂરી જ્ઞાન મંદિર, કોબા, (અમદાવાદ), કૌશલ્યા આર્યકુલમ (છોટા ઉદેપુર), શિશુમંદિર ઇંટરનેશનલ સ્કુલ (વેરાવળ) હતી.આ જોબ ફેરમાં કુલ 63 વિદ્યાર્થી/શોધાર્થીઓએ રજીસ્ટ્ર્રેશન કરાવ્યું. તે પૈકી 20 વિદ્યાર્થી/શોધાર્થીઓને નોકરી આપવામાં આવી છે. આ ઉપરાંત 30 જેટલાં વિદ્યાર્થી/શોધાર્થીઓને બીજા તબક્કાની પ્રક્રિયા માટે પસંદ કરવામાં આવ્યાં છે. આમ, 80 ટકા જેટલું કેમ્પસ ઇંટરવ્યુ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતુ.