ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સૂત્રોચ્ચાર સાથે શિક્ષકોની જંગી રેલી યોજાઈ હતી જેમાં જૂની પેન્સન યોજના લાગુ કરવાની માંગ સાથે રેલી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકો ની વિશાળ રેલી નીકળી હતી અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે બેનર અને હાથમાં પ્લેકાર્ડ સાથે સુત્રોચાર સાથે રેલી યોજાય હતી આ રેલી વેરાવળ ટાવર ચોક ખાતે એકત્રીત થઈને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી અને પવિત્ર માતૃભૂમિની માટી હાથમાં લઈ કોઈ પણ ભોગે જુની પેન્શન યોજના લાગુના થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે એવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
વેરાવળમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે શિક્ષકોની વિશાળ રેલી યોજાય
Follow US
Find US on Social Medias