જૂનાગઢ હિન્દૂ હિતરક્ષક મંચ દ્વારા આવેદન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારની હકાલપટ્ટી થયા બાદ અંધાધૂંધી ફેલાઇ છે હિન્દુ સમાજના લોકો પર રોજ અત્યાચાર થઇ રહ્યા છે. ઇસ્કોનના સાધુઓની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી છે. મંદિરો તોડવામાં આવી રહ્યા છે બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાંઆવી રહ્યુ છે. હિન્દુ સમાજ પર થતા અત્યાચારના કારણે ભારતના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, હિન્દુ હિતરક્ષક મંચ સહિતના સંગઠન દ્વારા સરદારબાગ નજીક ઝાંસીની રાણીની પ્રતિમા ખાતેના ગ્રાઉન્ડમાં સભા યોજાઇ હતી. જેમાં સાધુ-ંતો, વિવિધ સંગઠનના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાધુ-સંતોએ સભામાં જે બિનસાપ્રદાયીકતાની વાતો કરે છે એવા અમેરિકા, યુ.એન તેમજ અન્ય દેશ તેમજ દેશના લોકો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે કેમ ચુપ છ એવો સવાલ કર્યો હતો અને લોકોને આવા કાર્યક્રમમાં હાજર રહેવા પણ ટકોર કરી હતી. બાદમાં સરદારબાગથી કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજાઇ હતી.