પંચાયતના જ એક સભ્યએ 10 વીઘા જમીન પર ફેન્સિંગ-દીવાલ ખડકી દઈ ગેરકાયદે કબ્જો કરી લીધો!
ખોખડદળમાં પંચાયતના એક સભ્યએ ગામના સીમાડામાં આવેલી 10 વીઘા જમીન પર ફેન્સિંગ મારી ગેરકાયદે કબ્જો કરી લીધાના અહેવાલો મળી રહ્યા છે. આ જમીન અત્યંત મોકાની અને કરોડો રૂપિયાની કિંમતની હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. પંચાયતના જ કોઈ સભ્ય દ્વારા ગામના સીમાડે જમીન પર રાતોરાત દીવાલ-ફેન્સિંગ મારી ગેરકાયદે કબ્જો કરી દેવાતાં ખોખડદળ વિસ્તારમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય તપાસ કરી પગલાં ભરાય તેવી માગ ઉઠી રહી છે.



