આયુષ હોસ્પિટલમાં એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડો.આશિષ હડીયલ સહિતની ટીમે
દર્દીના નાકના અને જડબાના હાડકામાં ફ્રેકચર અને નાકમાંથી સતત લોહી વહેતું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
એક 19 વર્ષીય દર્દીને રોડ એક્સિડન્ટમાં મોઢાં પર ગંભીર ઈજાઓ થઈ હતી, આંખની આજુબાજુનું હાડકું, નાકના હાડકા, જડબાના હાડકા બધે જ ફ્રેકચર હતા. ઉપરાંત ગંભીર ઈજાના લીધે નાકમાંથી અને મોઢામાંથી સતત લોહી વહેવાનું ચાલુ હતું. આવી પરિસ્થિતિમાં દર્દીને નાકમાંથી કે મોઢામાંથી નળી નાખીને (INTUBATION) કરીને બેભાન કરવું શક્ય નહોતું, જેથી મોરબી આયુષ હોસ્પિટલની ટીમ ડો શ્વેતા પ્રજાપતિ, ડો અદિતિ ઝાલાવાડિયા અને ડો દુષ્યંત ચાવડા દ્વારા UBMENTAL INTUBATION કરીને એનેસ્થેસિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું. અને આટલું અતી જોખમી ઓપરેશન એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડો.આશિષ હડીયલ દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.



