ભોજનાલય, સભાગૃહ, યાત્રિક ભવન તથા પ્રસંગોપાત ઉપયોગમાં લઇ શકે તેવું વિશાળ પાર્ટી પ્લોટ બનશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
સંત શિરોમણી શ્રી દેવતણખીબાપા તેમજ લીરલબાઈ માતાજીની ચેતન સમાધિ સ્થાનક તેમજ લીરલ માતાજી જન્મ સ્થળે દેશ-વિદેશથી ભક્તો સંત શ્રી દેવતણખી બાપાના દર્શન માટે મજેવડી (જુનાગઢ) ખાતે આવે છે. સંત શ્રી દેવતણખી બાપા સાચા અર્થમાં સેવાના ભેખધારી હતા તેમની પાસે કશી મિલકત કે આવક ન હતી તેમ છતાં તેમણે સેવાની જ્યોત જગાવી હતી અને તે જ્યોત આજે પણ દેવતણખીધામ ખાતે પ્રગટી રહી છે. સંત શ્રી દેવતણખી ધામ મજેવડી (જુનાગઢ) ટ્રસ્ટ સંત, સેવાવ્રતીઓની પ્રેરણાથી વિકાસ માટે હરહંમેશ પ્રયાસ કરતા રહેતા હોય છે.
- Advertisement -
હાલ ખૂબ જ મોટી સંખ્યામાં લુહાર -પંચાલ સમાજના ભક્તો સંત શ્રી દેવતણખીધામ મુકામે દર્શન અને પ્રસાદ માટે આવતા હોય છે. જેને લઈ ભોજનાલયમાં લોકોને હાઇટેક સુવિધાનો લાભ મળી રહે અને એક સાથે હજારો લોકો પ્રસાદ લઈ શકે તેવા હેતુ સાથે ટ્રસ્ટ આ 40,000 ચોરસ ફુટ બાંધકામમાં રૂ. 5 કરોડના ખર્ચે સમાજનું સૌથી મોટું હાઈટેક સંકુલ બનાવવામાં આવશે. સમસ્ત લુહાર સમાજને ઉપયોગી થાય તેવા નવા અધતન ભોજનાલય -સભા મંડપ અને લગ્ન હોલ, યાત્રિક ભુવનની વ્યવસ્થા તેમજ સમૂહ લગ્નોત્સવ, ભાગવત સપ્તાહ, સત્કાર સમારંભ, જેવા અનેક ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમના મેળાવડા માટે અતિ ઉપયોગી આધુનિક પાર્ટી પ્લોટ તથા આધુનિક સુવિધા સાથે સંપન્ન સંકુલનું બાંધકામ માટેનું આયોજન થવા જઈ રહ્યું છે. ભૂમિ પૂજન તથા શિલારોપણ તેમજ ભવ્ય લોક ડાયરાનું સવંત 2080 ને અષાઢ સુદ એકમ શનિવાર તારીખ 06-07-24 ના રોજ રાખેલ છે તથા અષાઢી બીજ મહોત્સવ તથા 113મી રથયાત્રા તારીખ 07-07-24 ને રવિવારના રોજ ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ નવનિર્મિત સંકુલનો ખાતમુહૂર્ત આપણા લુહાર જ્ઞાતિ રત્ન જુનાગઢ નિવાસી શામજીભાઈ ખીમજીભાઇ કવા પરિવાર તથા અન્ય દાતાશ્રીઓના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવશે. બાંધકામ માટે એક ચોરસ ફૂટ ના રૂ.1251/- નું યોગદાન વ્યક્તિગત રીતે પણ આપી શકે છે. નવનિર્મિત બાંધકામ માટે રૂ.12510/- કે તેથી વધુનું યોગદાન આપનાર દાતાશ્રીનું નામ તક્તીમાં ટ્રસ્ટ નક્કી કરે તે રીતે લખવામાં આવશે.આ સંસ્થાને આપવામાં આવતું દાન 80ૠ હેઠળ આવકવેરામાં બાદ મળવા પાત્ર છે.
લુહાર સમાજના દેશ-વિદેશમાં વસતા સર્વ જ્ઞાતિજનો વડીલો લુહાર જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના પ્રમુખ, ટ્રસ્ટીઓ, કારોબારી , ઉદ્યોગશ્રેષ્ટીઓ, સમાજના મીડિયા મિત્રો સર્વ સહ પરીવાર પધારી શ્રી દેવતણખી ધામની શોભામાં અભિવૃદ્ધિ કરવા વિનંતી. સમસ્ત લુહાર સમાજના દરેક પરિવારો ઉદ્યોગપતિઓ સમાજ શ્રેષ્ટીઓને આ ભગીરથ નિર્માણ કાર્યમાં તન મન ધન થી ઉદાર હાથોએ સહકાર ફંડ -દાન આપવા શ્રી દેવતણખી ધામ ટ્રસ્ટી મંડળ આપ સર્વને નમ્ર વિનંતી સાથે અરજ કરી રહ્યા છીએ. ટ્રસ્ટ મંડળે દ્રારા નવનિર્મિત બિલ્ડીંગ વિષે રસપદ માહિતી આપવામાં આવેલ પ્રમુખ શાંતિભાઈ ગોહેલ, રાજુભાઈ પિત્રોડા, અતુલભાઈ મકવાણા, વલ્લભભાઈ પરમાર, મનોજભાઈ વાઘેલા, પુરષોતમ ભાઈ પિત્રોડા (દાસકાકા), હરેશભાઈ પીઠવા, રમેશભાઈ કારેલીયા, જગદીશભાઈ કારેલીયા, પ્રવીણભાઈ કારેલીયા, જેન્તીભાઈ હરસોરા, નિરંજનભાઈ પરમાર, ભીખાભાઈ ડોડીયા, જેન્તીભાઈ પરમાર, ધીરજભાઈ ગોહેલ, ભરતભાઈ પીઠવા, મહેશભાઈ પીઠવા, દિનેશભાઈ કારેલીયાએ વિગતવાર માહિતીઓ આપેલ હતી. તથા અષાઢી બીજ મહોત્સવ-2024 માં સમસ્ત લુહાર- પંચાલ સમાજને મજેવડી ખાતે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે .