અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ ?
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં છેલ્લા કેટલાક સમયથી રેઢિયાળ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જેમાં સમગ્ર દિવસ દરમિયાન ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પર પણ આ પશુઓના અડિંગાના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.એસટી રોડ, રેયોન ફેકટરી રોડ,60 ફૂટ રોડ, 80 ફૂટ રોડ ઉપર પશુ બેસેલા જોવા મળે છે. અહીંથી દરરોજ હજારો વાહન પસાર થાય છે. આ પશુઓ રસ્તાની વચ્ચે અડિંગો જમાવીને બેઠા હોઈ છે, જેને પગલે ક્યારેક કોઈ મોટો અકસ્માત સર્જાશે તો તેનું જવાબદાર કોઈ તેવો સુર નગરજનોમાં ઉઠયો છે.