4 મોબાઈલ સહિત 50 હજારનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
જૂનાગઢ શહેર તેમજ અન્ય જિલ્લામાં મોબાઈલ ચોરીના બનાવો અટકાવા એસપી હર્ષદ મેહતાના માર્ગદશન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાની સૂચનાથી એ.ડિવિઝન પીઆઇ વી.જે.સાવજ અને પોલીસ સ્ટાફને મળેલી હકીકતના આધારે જૂનાગઢના શખ્સને ચાર મોબાઈલ કી.રૂ.50,000ના મોબાઈલ સાથે ઝડપી પાડયો
પોલીસ પ્રાપ્ત વિગત પ્રમાણે મહેસાણા જિલ્લાના બહુચરા માતાજી મંદીરે દર્શનાર્થે આવતા ભાવીકોના મોબાઈલ ચોરી કરીને જૂનાગઢમાં વેંચાણ કરતો રીઢો ગુનેગાર ગોતમભાઇ બકુલભાઇ ઝાલા રહે.કામદાર સોસાયટી જુનાગઢ વાળાને અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઈલ નંગ – 4 જેની કુલ.કિંમત રૂ.50,000ના મુદામાલ સાથે ઝડપી પાડીને એ.ડિવિઝન પોલીસે ગુનો દાખલ વધુ તપાસ હાથધરી છે અને હજુ ક્યાં ક્યાં થી વધુ મોબાઈલ ચોરી કરી છે તેની વધુ પૂછપરછ શરુ કરી છે.