ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એલસીબી પોલીસે ટ્રક અને કાર ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડયો જૂનાગઢ ક્રાઇમ બ્રાચના પીઆઇ જે.એચ.સિંધવ અને પીએસઆઇ જે.જે.ગઢવી અને સ્ટાફને મળેલી ચોકકસ બાતમીના આધારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામે રહેતા બદરૂદીન ઉર્ફે અનવર મયુદ્દીન સૈયદ ઇકો કાર નં.જી.જે.10 ડીએ 7831 લઇને ગાંધી ચોકથી રાજકોટ તરફ જતા હોવાની માહિતી મળતા તેને ઝડપી લેવામાં આવેલ તેની પુછપરછમાં ઉત્તર પ્રદેશનાં સિંકંદારા રાવ તથા બગોદરા પોલીસ સ્ટેશનના જાપતામાંથી ફરાર થયેલ અને અમાઇ વાડી વાલીયા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ટ્રક અને ઇકો કારની ચોરીમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યુ હતુ. ફરાર શખ્સ સામે 18 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયાનું ખુલ્યુ હતુ.
ટ્રક અને કારની ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો આરોપી ઝડપાયો
