વન વિભાગના સર્વે સેટલમેન્ટ દ્વારા માત્ર 497 અગરિયાઓને હક્ક માન્ય ગણ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
- Advertisement -
કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને હાલત હવે બદથી બદતર થતી જાય રહી છે. જેમાં ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં અગરિયાઓને મીઠું પકવવા માટે જવાની પરવાનગી નહિ આપતા હવે અગરિયાઓને પોતાની રોજી રોટીનો સવાલ ઊભો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી તથા હળવદ સહિતના રણ વિસ્તારમાં વર્ષના આઠ મહિના કાળી મજૂરો કરી મીઠું પકવતા અગરિયાઓ સરકારની પ્રાથમિક સુવિધા ધરાવતા ગામેથી દૂર રણમાં માત્ર એક સામાન્ય ઝૂપડામાં રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે રણ વિસ્તારમાં દુર્લભ પ્રાણી ઘુડખર હોવાના લીધે વન વિભાગ દ્વારા આ વિસ્તારને અભ્યારણ્ય જાહેર કર્યો હોવાથી અહી મંજૂરી વગર પ્રવેશ નિષેધ છે તેવામાં પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓને રણમાં પ્રવેશ માટે પણ બંધી હોવાના લીધે વારંવાર અગરિયા પરિવારો અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળે છે. આ તરફ અભ્યારણ્ય સર્વે સેટલમેન્ટ દ્વારા હજરો અગરિયા પરીવરોમાંથી માત્ર 497 અગરિયાઓને રણની માલિકી હક્ક માન્ય રાખતા હવે અન્ય અગરિયાઓને રોજીરોટી સામે અનેક અવળો ઊભા થયા છે.
ગુજરાતનું 76 ટકા મીઠા ઉત્પાદનમાં 31 ટકા મીઠું કચ્છના નાના રણમાં થાય છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના અગરિયાઓ દિવસ રાત કાળી મજૂરી કરી પરંપરાગત મીઠું પકવવાની ધંધો કરે છે જેમાં વર્ષ 1993માં આ વિસ્તારને અભ્યારણ્ય તરીકે જાહેર કર્યા બાદ વર્ષ 1997માં સર્વે સેટલમેન્ટ પરક્રિય શરૂ કરાઇ હતી જેમાં લીઝ ધરાવતા અગરિયાઓને દાવા રજૂ કરાયા હતા. જ્યારે સર્વે સેટલમેન્ટ ના અધિકારી દ્વારા વર્ષ 2009 સુધીમાં કરેલ દાવાઓ ને માન્ય રાખી હજારો અગરિતાઓમાંથી માત્ર 497 અગરીયાઓના દાવાને જ મંજૂર રખાયા છે જેથી કચ્છના નાના રણમાં મીઠી પકવતા 6 જિલ્લાના 100થી વધુ ગામના અગરિયાઓને રોઝી રોટી માટેનો સવાલ ઊભો થયો છે આ અગરિયાઓના દાવા માન્ય નહિ રાખતા હવે તેઓને રણમાં પ્રવેશ માટે પણ બંધી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે જોકે અગરિયાઓને પ્રવેશ બાબતે મોરબી, ધ્રાંગધ્રાના ધારાસભ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ દ્વારા પણ કેન્દ્રના પર્યાવરણ મંત્રીને રજુઆત કરાઇ હતી. પરંતુ કેન્દુરી મંત્રીને કરેલી રજૂઆત જો સફળ થાય અને રણમાં અગરિયાઓને પરંપરાગત મીઠું પકવવા માટે પરવાનગી આપે તો હજજારો અગરિયા પરિવારોને રોજી રોટી માટે ફાંફાં મારવાં ન પડે તેવી માંગ અગરિયા પરિવારો કરી રહ્યા છે.