પોક્સો સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ, આરોપી પોલીસની હાથવેંતમાં !
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેરના એક નવ વર્ષના માસુમ બાળકને નવા કપડાં અને બુટ લઈ આપવાની લાલચ આપી ભવાનીનગરમાં રહેતો આરોપી અક્ષય રમેશ કોળી કાયદેસરના વાલીપણામાંથી બાળકનું અપહરણ કરી બાઈક ઉપર બેસાડી પ્રથમ પોતાના ઘેર લઈ ગયો હતો અને બાદમાં બાવળની ઝાડીમાં લઇ જઈ હવસખોર અક્ષય કોળીએ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા આ બનાવથી માસુમ બાળક બી ગયો હતો. વિકૃત માનસિકતા ધરાવતા અક્ષય રમેશ કોળીના કૃત્યનો ભોગ બન્યા બાદ બાળક ઘરે આવીને ગુમસુમ બની દર્દથી પીડાવા લાગતા અંતે પરિવારજનોએ તેને સારવાર માટે પ્રથમ હળવદ બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડતા સમગ્ર બનાવનો ભેદ ખુલ્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે ભવાનીનગર વિસ્તારમાં રહેતા અક્ષય રમેશ કોળી નામના આરોપી વિરુદ્ધ આઈપીસી અને પોક્સો અધીનીયમ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે અને આરોપી પોલીસની હાથવેંતમાં જ હોવાનું પણ જાણવા મળ્યું છે.