ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના રામપરા-2 ગામે આવેલ વૃંદાવન બાગ ખાતે અન્નકુટ મહોત્સવ, તુલસી વિવાહ, ધ્વજારોહણ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃંદાવન બાગના મહંતશ્રી નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્રદાસ બાપુના નિવાસ સ્થાને જાડેરી જાન આવી પહોંચી હતી. રામપરા ગામના આહીર સમાજ અગ્રણી અને ગોલ્ડન કિંગ તરીકે જાણીતા એવા લાલાભાઈ વાઘના નિવાસ સ્થાને ઉતાર અને વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ રાજેન્દ્રદાસ બાપુ દ્વારા જાનનું સામૈયા માટે અમદાવાદથી હાથીઓ, બગી, ઘોડા સહિત મોટી સંખ્યામાં સાધુ-સંતોએ સામૈયા કર્યા હતા.
- Advertisement -
તેમજ બાવન ગજની ધ્વજા ચઢાવવામાં આવી હતી. સાથોસાથ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું. અને તમાંમ પધારેલા મહેમાનોનું મહંતશ્રી રાજેન્દ્રદાસ બાપુ દ્વારા સન્માન કરાયું હતું. ખાસ આ તુલસી વિવાહમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઇ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાત્રીએ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વૃંદાવન બાગને સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો હતો. આ તુલસી વિવાહના પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.આર. છોવાળા, જેબીભાઈ લાખણોત્રા, લાલાભાઈ વાઘ( ગોલ્ડન કિંગ), ડો. જે.એમ. વાઘમશી, ભેરાઇ ગામનાં સરપંચ વાલાભાઈ જી. રામ, વિક્રમભાઈ ધાખડા તેમજ આગેવાનો અગ્રણીઓ, પીપાવાવ ધામના મહંત મહેશદાસ બાપુ, સંતો-મહંતો, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પીપાવાવ ધામના મહંત મહેશદાસ બાપુ તથા વૃંદાવન બાગના મહંત રાજેન્દ્રદાસ બાપુ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



