ઉપલા દાતાર ખાતે ગુરુપૂર્ણિમા ધામધૂમપૂર્વક ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જુનાગઢ ઉપલા દાતારની વિશ્વ વિખ્યાત ધાર્મિક જગ્યામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જગ્યાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે સવારે બંને ગુરુવર પુજય પટેલબાપુ અને વિઠ્ઠલબાપુની સમાધિ સ્થળે વિધિ વિધાનથી પૂજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
પૂજન અર્ચન બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું તેમજ રાત્રીના ભજન સંધ્યા સંતવાણીના કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે સર્વે દાતાર પ્રેમી અને દાતાર સેવકો મોટી સંખ્યામાં દાતાર બાપુના દર્શન કરવા પધાર્યા હતા જેમાં વરસાદી માહોલ અને ખુશ્નોમાં વાતાવરણ વચ્ચે દાતાર બાપુની આ ધાર્મિક જગ્યામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે હજારો ભક્તોએ દાતાર બાપુના દર્શન કરી અને ધન્ય બન્યા હતા અને જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા પધારેલા સર્વે ભાવિકો માટે સુંદર મજાની ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.