શોભાયાત્રા સવારે બહુમાળી ભવન ચોકથી પ્રસ્થાન થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચુંવાળીયા કોળી ઠાકોર વિદ્યાર્થી બોર્ડિંગ રાજકોટ દ્વારા પ્રેરિત સંતશ્રી વેલનાથ જયંતી ઉત્સવ નિમિત્તે અષાઢી બીજના પાવન પર્વના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સંતશ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા 25 વર્ષની સફળતા બાદ રાજકોટની 26મી શોભાયાત્રા નિમિત્તે ઐતિહાસિક ઉજવણી થશે. ચુંવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડિંગ પ્રેરિત તારીખ 27 શુક્રવારે અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન થશે. રાજકોટના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રાનો રૂટ બહુમાળી ભવન ચોકથી સવારે 9-00 કલાકેથી પ્રસ્થાન, ચૌધરી ગ્રાઉન્ડ ચોક, હોસ્પિટલ ચોક, પારેવડી ચોક, બેડીપરા, પટેલવાડી, પાંજરાપોળ, સંત કબીર રોડ, કે.ડી. કોમ્પલેક્ષ ચોક, ગોવિંદબાગ મેઈન રોડ, પાણીનો ઘોડો, બાલક હનુમાનજી ચોક, પેડક રોડ, સેટેલાઈટ ચોક, પંડિત દિનદયાલ હોલ ખાતે સમાપન બાદ મહાપ્રસાદ રાખેલ છે.
- Advertisement -
આ શોભાયાત્રામાં સમાજની વિવિધ સંસ્થાઓ, મંડળો, ગ્રુપો, ટ્રસ્ટો, સેનાઓના હોદ્દેદારો તથા સમાજના સહુ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો, બાળકો, વડીલો તથા યુવાનો બહોળી જનસંખ્યામાં પોતાના વાહનો સાથે શોભાયાત્રામાં જોડાઈ શોભાયાત્રાને ઐતિહાસિક બનાવશે તેમજ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વકીલો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના નગરસેવકો, સામાજિક આગેવાનોને પોતપોતાના વાહનો સાથે આ શોભાયાત્રામાં જોડાવા સંતશ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા સહુને આહવાન કરે છે.
આ શોભાયાત્રાનું પ્રસ્થાન સમાજના સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો અને સામાજિક શ્રેષ્ઠીઓના હસ્તે થશે. સંતશ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિના પ્રમુખ દેવભાઈ કોરડીયા, મહામંત્રી દેવાંગભાઈ કુકાવા, ખજાનચી વિજયભાઈ મેથાણીયા, ઈન્ચાર્જ દીપકભાઈ બાબરીયા તથા સર્વે હોદ્દેદારો સમસ્ત કોળી સમાજના જ્ઞાતિજનોને પધારવા આમંત્રણ પાઠવ્યું છે. વધુમાં વાહન નોંધણી માટે મોબાઈલ નંબર મનીષભાઈ 9825833361 પર સંપર્ક કરી શકાશે. આજરોજ પ્રમુખ દેવભાઈ કોરડીયા, મહામંત્રી દેવાંગભાઈ કુકાવા, ભરતભાઈ ડાભી, કુંવરજીભાઈ ભાખોડીયા, સંજયભાઈ જંજવાડીયા, કેતનભાઈ ધોળકીયા, સાગરભાઈ સુરેલા, રમેશભાઈ ધામેચા ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવ્યા હતા.