ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા નગર અને આખું પ્રખંડ રામ મય બન્યું ઘરે ઘરે ઝળહળાટ જોવા મળ્યો હતો મેંદરડામાં મહાઆરતી શોભાયાત્રા મંદિરોમાં અખંડ રામધૂન કીર્તન આખા નગરમાં સમૂહ પ્રસાદી રાસ ગરબા જેવા અનેક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેંદરડામાં શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું જેમાં ખાખી મઢી રામજી મંદિરથી શોભાયાત્રા મુખ્ય માર્ગ પર નીકળી હતી જેમાં હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ઉપપ્રમુખ રાકેશભાઈ પાનસુરીયા, મંત્રી સાગરભાઇ ભોપાળા, શ્રવણભાઈ ખેવલાણી તેમજ હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ અનેક કાર્યકર્તા જહેમત ઉઠાવી હતી આગેવાનો નેતા વેપારી ભાઈઓ ગ્રામજનો તથા બહેનો હજારોની સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા એક કિલો મીટર લાંબી શોભાયાત્રા યાત્રા મેંદરડા તાલુકાના તમામ ગામડામાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો વિવિધ ધાર્મિક કાર્યક્રમો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર મેંદરડા તાલુકામાં ઉત્સાહનો માહોલ હતો.
મેંદરડા હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું
