ખાસ-ખબર ન્યૂઝ સુરત
શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ- સુરત અને વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO)ના સંયુક્ત ઉપક્રમે આજથી તા. 22 ડીસેમ્બર 2024 સુધી દરરોજ બપોરે 3થી 7 કલાક દરમિયાન વૈષ્ણવાચાર્ય પૂ.ગો. 108 વ્રજરાજકુમારજી મહોદયના સ્વમુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથામાં શહેરીજનો ઉપરાંત ગુજરાત, ભારત તેમજ વિદેશથી આવનારા હજારોથી પણ વધુ વૈષ્ણવજનોને કથા રસપાનનો લાભ પ્રાપ્ત થશે. દાસીજીવણ સત્સંગ મંડળ- સુરત અને વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા શ્રીમદ્ ભાગવતજી પોથીયાત્રામાં વૈષ્ણવાચાર્ય પૂ.ગો. 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિ 16 ડીસેમ્બર 2024ના બપોરે 2-30 કલાક દરમિયાન પ્રારંભ થઈ હતી જે 3 કિ.મી. લાંબી હતી. જેમાં હજારો વૈષ્ણવજનો આનંદમય વાતાવરણમાં જોડાયા હતા.
આ શોભાયાત્રામાં તેમજ કથામાં વલ્લભ કુલ આચાર્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાનો પ્રારંભ સ્વસ્તિક ટાવર પરિવારના પટાંગણમાં સરથાણા જકાત નાકાથી શોભાયાત્રા નીકળી કથા સ્થળ વૃંદાવન ધામ, એન્થમ સર્કલ, વલથાણ, પુણા ગામ, કેનાલ રોડ, આઉટર ન્યુ રીંગ રોડ, સુરત પર વૈષ્ણવાચાર્ય પૂ. ગો. 108 વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં ઢોલ નગારા, બેન્ડ વાજા, ઘોડા, હાથી, નૃત્ય મંડળી, ભજન મંડળી, વેશભૂષા રથ, ડંકા નીશાન, ધ્વજા પતાકા સહિત પારંપારિક વસ્ત્રો પરિધાન કરી મોટી સંખ્યામાં વૈષ્ણવો યાત્રામાં જોડાશે. આ કથાનો હજારો વૈષ્ણવોને લાભ પ્રાપ્ત થશે.