સામાજિક સમરસતાનું પ્રતિક: દલિત અને વાલ્મીકિ સમાજની બહેનો દ્વારા ધ્વજા ચડાવી થશે શરૂઆત
આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે કલ્પેશ ગમારા, વિનય જોષી, પ્રણવ દવે, નરેશ વિશ્ર્વકર્મા, મોહન ઠાકુર, ધનેશ જીવરાજાની આવ્યા હતા તે સમયની તસ્વીર.
- Advertisement -
ગુરુવારે રાત્રે 9 વાગ્યે કિશોરસિંહજી સ્કૂલથી થશે પ્રસ્થાન
ડી.જે.ના ભજનો સાથે ભક્તિમય વાતાવરણ સર્જાશે : 51થી વધુ સામાજિક સંસ્થાઓ અને વિવિધ સમાજ જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ દ્વારા સતત અઢાર વર્ષ થયા વાજતે-ગાજતે રામનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવે છે. આ વર્ષે પણ યાત્રા રાખવામાં આવેલી છે. તા. 7 ને ગુરુવારના રોજ રાત્રે 9-00 કલાકે ધ્વજારોહણ સમિતિ દ્વારા કિશોરસિંહજી સ્કૂલ, કોઠારીયા નાકાથી વાજતે-ગાજતે ધ્વજાયાત્રા રાખેલી છે, જે યાત્રા પણ સામાજિક સમરસતાના માધ્યમ સાથે દલિત સમાજ તથા વાલ્મીકિ સમાજના બહેનો દ્વારા દાદાની ધ્વજા માથે ચડાવી શરૂઆત કરે છે.
યાત્રાની અંદર અંદાજે એકાવન કરતાં વધારે સામાજિક સંસ્થાઓ તથા અનેકવિધ સમાજ પણ સાથે જોડાય છે. હિંદુ સંસ્કૃતિનું ચિન્હ ભગવા ધ્વજાની આગેવાનીમાં આ યાત્રાની શરૂઆત થાય છે. યાત્રાની અંદર આવતાં દરેક વ્યક્તિ ધર્મધ્વજની પાછળ ચાલીને યાત્રા સંપન્ન કરે છે. યાત્રામાં ડી.જે.નું પણ આકર્ષણ રાખવામાં આવે છે. જેમાં શિવજીના ભજનો વગાડવામાં આવે છે અને ભાવિકો ભક્તિમય હર્ષ સાથે નાચ-ગાન કરતાં હોય છે. આ વખતે એકસાથે 14 ધ્વજા ચડાવવામાં આવશે. જેમાં સૌ પ્રથમ વખત આજી નદીનું પવિત્ર જળ આજી ડેમમાંથી લઈ કાવડ લઈ રાધેશ્યામ ગ્રુપ ભગવતી પરાના કાવડીયા જોડાશે અને હિંદુ જાગરણ મંચ નટરાજ વિસ્તાર, નેપાળી સમાજ, શ્રીપાર્ક સોસાયટી મોરબી રોડ, થેલેસેમિયા સોસાયટી, મહાદેવ ગ્રુપ દૂધસાગર રોડ, ગૌરક્ષક કિશનભાઈ સેલાર, બ્રાહ્મણ સમાજ, વણકર સમાજ, ખાંટ સમાજ, મામા સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ, બાલાજી મિત્ર મંડળ, દલિત સમાજ, ગજાનન ધામ, શ્રી બાલકૃષ્ણ ગ્રુપ તથા કૌશીકભાઈ દવે, કાપડી પરિવાર આ સાથે અલગ અલગ સંસ્થા તથા અલગ અલગ સમાજના લોકો સાથે રામનાથદાદાની ધ્વજા પણ ચડાવવામાં આવશે.
- Advertisement -
યાત્રા કિશોરસિંહજી સ્કૂલથી શરૂ થઈ ગરુડ ગરબી ચોકથી રામનાથપરા મેઈન રોડ પરથી પસાર થઈ રામનાધ મહાદેવ મંદિરે પૂર્ણ થશે. આ રસ્તામાં ઠેર-ઠેર ધ્વજાયાત્રાનું બડા બજરંગ ફાઉન્ડેશન તેમજ તેના તમામ સભ્યો, ગરુડ ગરબી મંડળ, મામા સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ, અંબિકા ગ્રુપ કરણપરા, કોઠારીયા નાકા મિત્ર મંડળ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, ઓડ સમાજ, કોળી સમાજ વગેરે સમાજ અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવશે. યાત્રાની વિશેષ માહિતી માટે નિલેશભાઈ વોરા મો.નં. 9824285455, કલ્પેશભાઈ ગમારા 8128888835નો સંપર્ક કરી શકાશે. આ યાત્રાને સફળ બનાવવા ભરતભાઈ ત્રિવેદી, વિનય જોષી, કિરીટભાઈ પાંધી, ભરતભાઈ મહેતા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.