ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.16
તા. 07 ઓક્ટોબરથી શરૂ થયેલ આ ‘વિકાસ સપ્તાહ’ તા.15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થયો છે. જેના ઉપલક્ષમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને આ અંગેનો સમાપન સમારોહ પ્રભાસપાટણના રામમંદિર ખાતે યોજાયો હતો. સમગ્ર ’વિકાસ સપ્તાહ’ દરમિયાન જિલ્લાના રૂ 6.29 કરોડનાં 146 કામોનું ખાતમૂહુર્ત અને રૂ 42.83 કરોડના 2130 કામો જનસમર્પિત થયાં હતાં. જિલ્લા પંચાયત પ્રમુખએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નાગરિકોની સુખાકારીના ભગીરથ ઉદ્દેશને લક્ષ્યમાં રાખી સમગ્ર રાજ્ય સાથે જિલ્લામાં પણ ’વિકાસ સપ્તાહ’ની રંગેચંગે ઉજવણી થઈ છે. મક્કમ નિર્ધાર સાથે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે એવી સરકારની શુભનીતિ રહી છે. રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડે એવા અનેકવિધ જનસુખાકારીના પ્રકલ્પો ખૂલ્લા મુકાયાં છે.
જિલ્લામાં ’વિકાસ સપ્તાહ’ની ઉજવણી દરમિયાન ગ્રામ વિકાસ વિભાગના રૂ77.41 લાખના 37 કામનું ખાતમૂહુર્ત, રૂ 3370.59 લાખના 1871 કામનું લોકાર્પણ, સામાન્ય વહિવટ વિભાગ(આયોજન) ના રૂ228.28 લાખના 90 કામનું ખાતમૂહુર્ત, રૂ535.34 લાખના 239 કામનું લોકાર્પણ, સિંચાઈ વિભાગના રૂ261.37 લાખના 08 કામનું ખાતમૂહુર્ત કરાયાં હતાં.
આ જ કડીમાં આરોગ્ય વિભાગના રૂ225 લાખના 05 કામનું લોકાર્પણ, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના રૂ32 લાખના 07 કામનું ખાતમૂહુર્ત, 67.80 લાખના 14 કામનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના રૂ 85 લાખના 1 કામનું લોકાર્પણ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રૂ30.87 લાખના 04 કામના ખાતમૂહુર્ત કરવામાં આવ્યાં હતાં.