ખાસ-ખબર ન્યૂઝ જસદણ
જસદણ ન્યાયમંદિર ખાતે 26 મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. જેમાં જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલન જજ અને એડી.ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ શ્રી કે.એન.દવે સાહેબ તથા વિંછીયા ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જ્જ અને જ્યુડી.મેજિસ્ટ્રેટશ્રી કે.એન.જોષી સાહેબની હાજરીમા 76 માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી ન્યાય મંદિર ખાતે કરવામાં આવેલ. આ રાષ્ટ્ર પર્વની ભવ્ય ઉજવણી પ્રસંગ નિમિતે જસદણ કોર્ટનાં સિનિયર એડવોકેટશ્રી વી.એન.વાલાણી, આર.એન.શેઠ, જાગેશભાઈ મણીયાર, યાકુબભાઈ દલાલ, ભીમભાઇ ધાંધલ, મધુબેન તોગડીયા તથા મહાવીરભાઈ બસીયા,વિપુલભાઈ હતવાણી, મોહિતભાઈ રવિયા, સુનિલભાઈ સાથલીયા, પ્રદીપભાઈ વઘાસિયા, પિયુષભાઈ ખોખર, હેમેન્દ્રભાઈ ગીડા, કેતનભાઇ ચૌહાણ, નીતિનભાઈ કટેશીયા, પ્રકાશ પ્રજાપતી તથા સિનિયર અને જુનિયર વકીલમિત્રો તથા ન્યાય મંદિરના કર્મચારીગણો તથા પોલીસ કર્મચારીશ્રીઓ હાજર રહેલ.
મોટાદડવામાં 76મા ગણતંત્ર દિવસની ઉમંગભેર ઉજવણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોટાદડવા
મોટાદડવા હાઈસ્કૂલ ખાતે 76માં ગણતંત્ર પર્વની ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરાઈ હતી. જેમાં મોટાદડવા ક્ધયા કુમાર શાળા તેમજ હમીરપુરા ક્ધયા કુમાર શાળા તથા સીમશાળાના તમામ વિધાર્થીઓ વિધ વિધ કૃતિ એવમ વંદે માતરમ સહિતના રાષ્ટ્રીય ગાન પર સુંદર કલા રજૂ કરી હતી. આ તકે મોટાદડવાના સરપંચ ભૂપતભાઈ વાળા, ઉપસરપંચ મનુભાઈ લાવડીયા, તાલુકા પંચાયત સભ્ય વજુભાઇ ચાવડા તથા પૂર્વ ક્ધયાશાળાના આચાર્ય બાબાસાહેબ વેગડા, મોટાદડવા હાઈસ્કૂલના આચાર્ય, દિલીપભાઈ લાવડીયા, વિમલેશભાઈ જાની તેમજ તમામ શાળાના આચાર્ય તથા શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. અહીં તમામ સ્કૂલના બાળકોએ સહિયારો સામુહિક મહારાસ પણ રજૂ કરી એકમેક અને સંપની ભાવના દર્શાવી હતી.