ઓર્બિટ રોયલ ગાર્ડનમાં એકસાથે 12000 ખેલૈયાઓ રમી શકે તેવા સુંદર આયોજન સહિત અનેક સુવિધાથી સજ્જ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બહુ જ ટૂંકા ગાળામાં લોકસેવામાં ઉભરી આવેલ સંસ્થા ઉમા ડાયનેમિક કલબ દ્વારા રાજકોટમાં રાષ્ટ્રીય પર્વ જેવા કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી પર્વમાં પોતાની નૈતિક ફરજ સમજી ધ્વજવંદનના કાર્યક્રમો, છેલ્લા પાંચ વર્ષથી દુંદાળા દેવ શ્રી ગણપતિ મહોત્સવની ઉજવણી અને સાથે સાથે અનેકવિધ કાર્યક્રમોની હારમાળા, અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં અસંખ્ય ભાઈઓ-બહેનોના સથવારે ભવ્ય રથયાત્રા, બાઈક રેલી ઉપરાંત આશરે 16000 જેટલા લોકો માટે મહાપ્રસાદનું પણ શાનદાર આયોજન ઉમા ડાયનેમિક કલબ દ્વારા કરવામાં આવ્યું હતું, તદ્ઉપરાંત આર.એસ.એસ. સાથે મળીને ભાઈઓ અને બહેનો માટે શસ્ત્રપૂજન, સામાજિક ઉત્તરદાયિત્વ સમજીને કડવા પટેલના યુવા ભાઈ-બહેનો તેમજ અન્ય સમાજના પણ લોકો માટે તજજ્ઞ અને નિષ્ણાતોના માર્ગદર્શન સાથે સમયમાંતરે બિઝનેશ લોના સેમિનાર પણ કરતા આવ્યા છે
- Advertisement -
જેથી યુવા વર્ગને યોગ્ય રાહ મળી રહે તેમજ યુવા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે શૈક્ષણિક ક્ષેત્રના તજજ્ઞો પાસેથી કેરિયરલક્ષી કોઈ પ્રશ્ર્નો હોય અને કારકિદીલક્ષી સંપૂર્ણ માહિતી મળી રહે તેવા શુભ આશયથી સમયાંતરે એજ્યુકેશન સેમિનાર પણ કરીને પોતાની ઉત્કૃષ્ટ ફરજ નિભાવી રહ્યું છે. મા આદ્યશક્તિની આરાધના સાથે વિસરાતી જતી આપણી પ્રાચીન સંસ્કૃતિની ધરોહરને સાચવવા તેમજ આજની યુવા પેઢીમાં ભક્તિ-શક્તિ સાથે નૈતિકતાના મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી તદ્ન પારિવારીક વાતાવરણમાં યુ.ડી. ક્લબ આયોજિત ઉમા ડાયનેમિક નવરાત્રિ મહોત્સવ 2024 દ્વારા સમગ્ર કડવા પટેલ સમાજના ભાઈ-બહેનો ખેલૈયાઓ માટે નવરાત્રિનું આયોજન હાથ ધરાયું છે. રાજકોટના અસહ્ય ટ્રાફિક અને ઘોંઘાટથી દૂર બીજા 150 ફૂટ રીંગ રોડ ઉપર કટારીયા ચોકડીથી મુંજકા તરફ જતાં ઓર્બિટ રોયલ ગાર્ડન ખાતે 25 વિઘા જેવી વિશાળ જગ્યામાં 1,00,000 ફૂટનું ગ્રાઉન્ડ તો ફકત ખેલૈયાઓ માટે તૈયાર કરવામાં આવશે. આ નવરાત્રિ મહોત્સવ ફક્ત ને ફક્ત કડવા પાટીદાર સમાજના ભાઈ-બહેનો પૂરતો જ મર્યાદિત રહેશે. ખેલૈયાઓ માટે પાસ મેળવવા માટેના ફોર્મ મેળવવાનું અને ભરીને પરત કરવા માટે ઉમા ડાયનેમિક નવરાત્રિ મહોત્સવ 2024 મધ્યસ્થ કાર્યાલય, પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતેથી ઉપરાંત રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પણ રહેતા લોકો માટે સંતોષ સ્ટેશનરી માર્ટ, શ્રીજી બંગલોઝ સોાયટી, સત્યસાંઈ હોસ્પિટલ રોડ, મો. 9428891988, બાલવી પ્રોવિઝન સ્ટોર ન્યુ આશ્રમ રોડ, જ્ઞાનગંગા કોમ્પલેક્ષ, પારુલ ગાર્ડનની બાજુમાં, મો. 9825998358, ઉમા ડેકોરેશન રામેશ્ર્વર ચોક, 80 ફૂટ રોડ, સગન ગાઈનેક હોસ્પિટલ સામે, મવડી પરથી સંપર્ક કરી પાસ મેળવી લેવાના રહેશે.