શહેરના મુખ્ય રાજમાર્ગો પર અવનવા રંગો સાથે રોશની શણગાર
આજથી શરુ થતા દીપાવલી પર્વે જૂનાગઢમાં અનેરો ઉત્સાહ
- Advertisement -
ચાર દિવસ સુધી મહાલક્ષ્મી મંદિરે માઇ ભક્તોની દર્શન માટે ભીડ ઉમટશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
સમગ્ર દેશ્માં દીપાવલી પર્વ અને બેસતા વર્ષને વધામણાં કરવા અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢ શહેરમાં આજથી શરુ થતા દાનતેરશના પાવન પર્વે શહેરીજનોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં વર્ષો જૂની પ્રાચીન મંદિર દણાપીઠ વિસ્તારમાં આવેલું ત્યારે ચાર દિવસ સુધી માઇ ભક્તોની ભીડ જોવા મળશે તેમજ મહાલક્ષ્મી માતાજી મંદિરે શહેરીજનો પૂજન અર્ચન સાથે માતાજીના દર્શન કરીને દીપાવલી પર્વ ઉજવે છે. આજ વેહલી સવારથી માતાજીના દ્વાર ખુલતા લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરીને ધન્ય બન્યા હતા. આજથી ધનતેરશ પર્વ શરુ થતા લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે દરેક પરિવારોએ આસોપાલવના તોરણ અને મહાલક્ષમી માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું તેની સાથે શહેરની મુખ્ય બજારોમાં ઝાંઝરડા રોડ, એમજી રોડ, મોતીબાગ રોડ, માંગનાથ રોડ સહિતના વિસ્તારોમાં અવનવી લાઈટોના રંગોનો રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.અને સમગ્ર શહેર રોશનીના ઝળહળાટ સાથે ઝગમગી ઉઠ્યું છે.આ રોશનીના શણગારને જોવા લોકો પણ ખુબ મોટી સંખ્યામાં જોવા મળે છે.
તેની સાથે શહેરની બજારોમાં દિવાળી તેહવાર નિમિતે ખરીદારી પણ વધી છે અને વેપારીના ધંધા રોજગારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.ત્યારે આજથી દીપવાળી તહેવાર શરુ થતા ફટાકડા સ્ટોલ પર પણ ગ્રાહકો ઉમટી પડ્યા છે. જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં સાડા ચાર સૈકા જુનુ પ્રાચીન મહાલક્ષ્મી મંદિર આવેલુ છે. જેમાં માતાજીનું બાળ સ્વરૂપ બિરાજમાન છે. આજે ધરનેરસથી મોટ સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા ઉમટી પડશે. જૂનાગઢમાં તહેવાર પર અનોખી પરંપરા ચાલતી આવી છે. નવરાત્રીના દિવસોમાં લોકો વાઘેશ્ર્વરી માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે. જયારે દિવાળી, નૂતન વર્ષ પર લોકો મહાલક્ષ્મી માતાજીના દર્શને જાય છે. શહેરના દાણાપીઠ વિસ્તારમાં અંદાજે 450 વર્ષ જુનુ મહાલક્ષ્મીજીના આઠ સ્વરૂપમાનુ એક એવા ગજલક્ષ્મી બાળ સ્વરૂપ બિરાજમાન છે. જૂનાગઢમાં દરવર્ષે ધનતેરસથી ભાઇબીજ સુધી મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવા જવાની પરંપરા છે. ધનતેરથી મહાલક્ષ્મી મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટી પડયા હતા. વહેલી સવાર 5:30થી બપોર 12:30 સુધી અને સાંજે પાંચ વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.