ઝીણાબાવાની મઢી, સરકડીયા, મારવેલા, બળદેવી અને ભવનાથ આરોગ્ય સુવિધા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા તા.23થી પ્રારંભ થશે. જેમાં લાખો ભાવિકો ગરવા ગિરનારની ભાવપૂર્વક પગપાળા પરિક્રમા કરવા ઉમટી પડે છે. ત્યારે યાત્રાળુનું આરોગ્ય ન જોખમાય તે માટે તંત્ર દ્વારા ગિરનાર પરિક્રમાના રૂટ પર આવેલ યાત્રાળુઓના પડાવના સ્થળ એવા ઝીણાબાવાની મઢી, સરકડીયા, મારવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્તારમાં સરકારી દવાખાના ઉભા કરવામાં આવશે. યાત્રાળુઓએ તેમના આરોગ્યની તકેદારી માટે પરિક્રમાના રૂટ ઉપર વહેંચાતા આરોગ્ય માટે હાનિકારક હોય તેવા ફરસાણ, વાસી કે પડતર ફળો તથા ખરાબ ખાણીપીણીની વસ્તુઓ ન ખાવાની તકેદારી રાખવી, તેમજ ખરાબ પાણી નદી- નાળાનું પાણી પીવામાં ઉપયોગમાં લેવું નહીં. ક્લોરીનેશન કરેલું જ પાણી ઉપયોગમાં લેવું તેવી તકેદારી રાખવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ. આર. સુતરીયાની યાદીમાં જણાવાયું છે.
ગિરનાર પરિક્રમાના રૂટ પર સરકારી દવાખાના ઉભા કરાશે
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/11/ગિરનાર-પરિક્રમાના-રૂટ-પરના-જુદા-જુદા-પડાવ-પર-સરકારી-દવાખાના-ઉભા-કરાશે-860x645.jpeg)