આશ્રમમાં સેવા કરું છું કહી મહિલાએ પરિચય કેળવી ખજૂરડી ગામે બોલાવ્યો
બે શખ્સોએ પોલીસની ઓળખ આપી ડ્રગ્સના કેસમાં ફિટ કરવાની ધમકી આપી પૈસા પડાવી લીધાની ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટ જિલ્લામાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે ગોંડલ પંથકના વેપારીને મહિલાએ વોટ્સએપ કોલ કરી પરિચય કેળવી પોતે વૃદ્ધાશ્રમમાં સેવા કરે છે તેમ કહી વેપારીને પડધરી મળવા બોલાવતા ત્યાં બે શખ્સો આવી ગયા હતા અને પોલીસની ઓળખ આપી, ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી છરી બતાવી સોનાનો ચેઇન, મોબાઈલ, 42,000 રોકડ ઝુંટવી લીધા હતા આરોપીઓએ અન્ય બે નંબર આપી 35,000 ગુગલ પે પણ કરાવ્યા હતા પડધરી પોલીસે સમગ્ર મામલે અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોંડલ તાલુકાના ડૈયા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને વોટ્સએપ કોલમાં કોઈ અજાણી મહિલાનો કોલ આવ્યો હતો મહિલાએ વાતચિતમાં વેપારીને ફસાવી પરિચય કેળવ્યો હતો પોતે વૃદ્ધાશ્રમમાં સેવા કરતી હોવાનું જણાવ્યું હતું મહિલાએ ગત તારીખ 5/7/2024ના રોજ ફોન કરી પડધરી નજીક ખજુરડી ગામની સીમમાં આશ્રમ છે ત્યાં મળવા આવો તેમ કહીં વેપારીને મળવા બોલાવેલ. વેપારી કારમાં મળવા ગયા સ્થળ પર કોઈ આશ્રમ નહોતું પણ ત્યાં કોઈ મંદિર હતું. ત્યાં મહિલા બેઠી હતી. જઈને મહિલાને વેપારી મળ્યા હજુ બે મિનિટ જેવો સમય પણ નહીં થયો હોય, ત્યાં બે શખ્સ આવ્યા અને મહિલાને પકડી બીજે ક્યાંક મોકલી દીધી જ્યારે વેપારીને તેની ગાડીમાં બેસાડી આ બે શખ્સે પોતે પોલીસમાં હોવાની ઓળખ આપી હતી અને જે મહિલા સાથે તે બેઠો હતો. તે મહિલા ડ્રગ્સનો ધંધો કરે છે તેમ કહી મહિલાની સાથે તને પણ ફસાવી દેશું 10 વર્ષની જેલની સજા થશે તેવી ધમકી વેપારીને આપવા લાગ્યા હતા. વેપારીએ કહ્યું કે તો પોલીસ મથકે લઈ જાવ મને પણ શખ્સો તેને પોલીસ મથકના બદલે, જામનગર હાઇવે થઈ કોઈ ડેમ વિસ્તારમાં લઈ ગયા હતા અહીં એક શખ્સે પોતાની પાસે છરી હોવાનું કહીં ધાક-ધમકી આપતા વેપારી ભયમાં મુકાઇ ગયા હતા અને વેપારી પાસેથી આરોપીઓએ તેનો 18999નો એક મોબાઈલ ફોન પડાવી લીધો હતો. પછી તેની પાસે રહેલા 42000 રોકડ લઈ લીધા હતા ત્યાર બાદ આરોપીઓએ બે મોબાઈલ નંબર આપ્યા હતા વેપારીએ તેના મિત્ર સર્કલમાં ફોન કરી બે લોકોને કહ્યું હતું કે હું કહું તે નંબર પર ગૂગલ પે કરી દયો એમ કરી આરોપીઓએ 35000 નંબર પર ગૂગલ પે કરાવ્યા હતા આમ 1,07,999 જેવી મત્તા પડાવી લઈ, વેપારીને જવા દીધો હતો આ તરફ વેપારીએ પોલીસમાં જાણ કરી હતી અને પોતાની રીતે તપાસ શરૂ કરી હતી.
- Advertisement -
જેમાં જે બે નંબર પર ગૂગલ પે કર્યું હતું. તેમાંથી એક વ્યક્તિ મળી ગયેલ તેની પાસેથી રૂપિયા લઈ જનાર આરોપીના સીસીટીવી મળતા તેની ઓળખ કરી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ કરી હતી. આ અંગે પડધરી પોલીસે એક અજાણી મહિલા અને બે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે.