ટાઈટેનિકના સૌથી ધનિક મુસાફરના શરીર પરથી મળેલી સોનાની ઘડિયાળની શનિવારે ઈંગ્લેન્ડમાં હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં ઘડિયાળ પર મૂકવામાં આવેલી સૌથી વધુ બોલી 1.46 મિલિયન (રૂ. 12 કરોડથી વધુ) હતી.
- Advertisement -
હરાજી કરનાર હેનરી એલ્ડ્રિજ એન્ડ સને જણાવ્યું હતું કે, 1912માં ડૂબી ગયેલા વિશાળ જહાજ સાથે સંકળાયેલી કોઈપણ વસ્તુ માટે તે રેકોર્ડ રકમ હતી. જોકે, હરાજી કરનારે ઘડિયાળના વેચાણ માટે માત્ર એકથી દોઢ લાખ ડોલરનો અંદાજ લગાવ્યો હતો.
અમેરિકન ઉદ્યોગપતિ જોન જેકબ એસ્ટરની આ ઘડિયાળ એક અમેરિકન દ્વારા ખરીદ્યા છે. ઘડિયાળ પર ઉદ્યોગપતિના શરૂઆતી અક્ષરો JJA કોતરેલા છે.
15 એપ્રિલ, 1912ના રોજ ટાઇટેનિકના ડૂબવાથી એસ્ટરનું મૃત્યુ થયું હતું. ત્યારે તેમની ઉંમર 47 વર્ષની હતી. તે સમયે તેમની ગણના વિશ્વના સૌથી અમીર માણસોમાં થતી હતી.ઓક્શન હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રિકવરી બાદ ઘડિયાળ એસ્ટરના પરિવારને પરત કરવામાં આવી હતી. આ પછી, જ્યારે એસ્ટરના પુત્રએ તેને પહેરવાનું શરૂ કર્યું, ત્યારે ઘડિયાળ કામ કરવા લાગી.
- Advertisement -
પત્નીને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો
કહેવાય છે કે ટાઈટેનિક ડૂબતી વખતે એસ્ટર કોઈક રીતે તેની પત્ની મેડેલીનને લાઈફ બોટમાં લઈ આવ્યો હતો. તેમના પ્રયાસોથી તેમની પત્નીનો જીવ બચી ગયો પરંતુ એસ્ટર જહાજની સાથે દરિયામાં ડૂબી ગયો. અકસ્માતના એક સપ્તાહ બાદ આ મોંઘી ઘડિયાળ સહિત તેની અંગત ચીજવસ્તુઓ સાથે એસ્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો.