બાઇક સાઈડમાં લેવા જતાં પિતા સાથે નીકળેલી દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં શોક
બી ડિવિઝન પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના વેલનાથપરામાં ઘર આંગણે રમતી 1 વર્ષીય બાળકી પર કારનું ટાયર ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યુંહતું જે કારથી અકસ્માત થયો તેમા જ બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે, સારવાર મળે તે પહેલા જ માસુમે દમ તોડી દીધો હતો આ અંગે બી ડિવિઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ વેલનાથપરામાં રહેતા અને બંગળીના કારખાનામાં છુટક મજુરી કામ કરતાં જયેશભાઈ અમુભાઈ બાબરીયાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મારે સંતાનમાં બે દીકરી છે જેમા મોટી વંસીકા ઉં.5 તથા કાવ્યા ઉં. 1 છે ગઇ કાલ તા.6ના રાત્રીના હું તથા મારી પત્ની તથા મારી દિકરોઓને લઇને અમારા ઘરેથી મારી માતા વિજયાબેનના ઘરે બેસવા માટે ગયા હતા.
અમે બધા ઘરમાં હતા તે દરમ્યાન ઘરની બહાર રોડ ઉપર કોઈ વાહન વાળાએ હોર્ન વગાડેલ મેં ઘરમાંથી બહાર આવી જોતા શેરી સાકડી હોય અને મારું બાઈક આ કારને નીકળવામાં નડતુ હોય જેથી હું બાઈક આગળ સાઇડમાં મુકવા ગયો હતો ત્યાં મારી દિકરી કાવ્યા ઘરમાંથી બહાર આવી હતી તે જ સમયે ચાલકે કાર આગળ લેતા મારી દિકરી કાવ્યાને હડફેટે લઈ ગાડીનુ આગળનુ ડ્રાઇવર સાઈડનુ ટાયર ફેરવી દીધેલ આ જો મેં રાડ પાડતા જે ચાલકે કાર ઉભી રાખી દીધેલ કાવ્યા કારની નીચે આવી ગયેલ હતી મેં તુરંત તેને તેડીને જોતા તેને મોઢા ઉપર ઇજા થયેલ. નાક, કાન તથા મોઢામાંથી લોહી નીકળવા લાગેલ. આ કાર મારૂતી સુઝકી સ્વીફટ જેના રજી નં. જીજે -03- પીએ -5731 હતા અકસ્માત સર્જનાર આ કારમાં જ કાવ્યાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ઇમરજન્સી રૂમમાં ફરજ પરના તબીબોએ કાવ્યાને મૃત જાહેર કરી હતી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી હતી. માસૂમ દીકરીના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.



