માસ્ટર ઓફ સોશિયલ વર્ક વિષય પર કચ્છ જિલ્લામાં પ્રથમ ક્રમાંક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામના અને હાલ કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે રહેતા ચેતનભાઈ પટેલના પુત્રી હિમાનીબેન દ્વારા સ્વરૂપ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ખાતે માસ્ટર ઓફ સોશિયલ વર્ક સ્પર્ધામાં સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. દીક્ષાંત સમારંભ
દરમિયાન હિમાનીબેનને રાજ્યપાલ દેવવ્રતજીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવતા સમગ્ર પરિવાર અને માનપુર ગામનું ગૌરવ વધાર્યું છે.